Biperjoy/ બિપરજોય પછી કચ્છમાં 12થી 13 ઇંચ વરસાદ

બિપરજોય વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લઈને રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

Top Stories Gujarat
Biporjoy Rain બિપરજોય પછી કચ્છમાં 12થી 13 ઇંચ વરસાદ

Biperjoy વાવાઝોડાનો વિનાશ હજી પૂરો થયો નથી. બિપરજોય વાવાઝોડાની વિનાશલીલા બાદ તેની આફ્ટરઇફેક્ટ્સમાં જોઈએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લઈને રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભારે પવન સાથે વરસાદથી માંડવીનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. કચ્છના નલિયાથી ભૂજ જવાના માર્ગ પર નદી-નાળા છલકાયા હતા.

દ્વારકાના કાંઠા વિસ્તારમાં ભારે પવન યથાવત છે. મોરબીના Biperjoy નવલખી બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું હતું. ભૂજ શહેર સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. શહેરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સાંતલપુર અને આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.

સુરતના બારડોલી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઓઠારા ગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઓઠારા ગામમાં પ્રવેશવાનો દ્વાર પાણીમાં ગરકાવ થયો હતો. જામનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા. અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. વીજપુરવઠો ફરી એકવાર યથાવત કરવાના સરકારે પ્રયાસો શરૂ કરાયા હતા. ફાયર બ્રિગેડ,PGVCLના કર્મચારીઓ કામગીરીમાં લાગી ગયા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ Biperjoy વરસ્યો હતો. દ્વારકા-મોરબીમાં કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા. તોફાનમાં 22 લોકો ઘાયલ થયા હતા. તોફાનના કારણે ભાવનગરમાં બે લોકોના મોત થયા છે. ગુજરાતમાં 490 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ચાર તાલુકામાં વીજ પુરવઠો બંધ થયો હતો. વાવાઝોડાનાં કારણે અબડાસામાં 78 , લખપતમાં 58 , નખત્રાણામાં 46 અને ભુજ તાલુકામાં 115 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો.

કચ્છના તમામ તાલુકાઓમાં વીજપોલ ધરાશાયી થયા હતા. દ્વારકા અને ઓખામાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં વીજળી ગુલ થઇ હતી. ભૂજથી મુન્દ્રા માર્ગ પર અનેક Biperjoy ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયાથી ભૂજના રસ્તા પર પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી માંડવીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માંડવીના અનેક વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા.

બનાસકાંઠા જિલ્લા પર પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લાના સરહદીય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. થરાદના ભડોદર સહિતના વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા.

 

આ પણ વાંચોઃ ડિજિટલ ગુજરાત/ ડિજીટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાત પોલીસનું વધુ એક નકકર કદમ

આ પણ વાંચોઃ Biporjoy In Pakistan/  ‘Biporjoy’ની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી, સિંધ પ્રાંતમાં ભારે પવન સાથે વરસાદ

આ પણ વાંચોઃ બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/ બિપરજોયે મચાવી આવી તબાહી, વિનાશ પછી હોશ ઉડાવી દેતા વીડિયો જુઓ

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડા બાદ વિનાશના દ્રશ્યો, ઠેર ઠેર થયું આટલું નુકસાન

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડા દરમિયાન ભાવનગરમાં પિતાપુત્રના મોત