Dharma & Bhakti/ શ્રાદ્ધ 12 પ્રકારના હોય છે…દૈવિક શ્રાદ્ધ બનાવશે તમને સંપત્તિવાન…!!

શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું દેવપૂજન, માતા-પિતા તથા ગુરુઓના પૂજનને નિત્ય શ્રાદ્ધ કહેવાય છે. દરરોજ આ શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ સફળતાના અવનવા સોપાનો…

Trending Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: પિતૃપક્ષ (Pitrupaksh)ની શરુઆત થઇ ચૂકી છે. આ સમય દરમિયાન, સૌ પિતૃઓનું પૂજન કરે છે અને એમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવામાં આવે છે. આ એવો સમય છે કે જે દરમિયાન, સાત્વિક જીવન જીવવાની સલાહ આપવામાં આવે છે.

મનુષ્યો પર દેવતાઓ પ્રસન્ન થાય તો જીવનમાં ધન-ધાન્યની કમી રહેતી નથી. દેવોને પ્રસન્ન કરવાના હેતુસર જે શ્રાદ્ધ કરવામાં આવે છે એને દૈવિક શ્રાદ્ધ કહે છે. આ શ્રાદ્ધ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

ભવિષ્ય પુરાણ અનુસાર, કુલ બાર પ્રકારના શ્રાદ્ધ (12 Shraddh) વર્ણવેલા છે. જે પૈકી ક્રમાનુસાર જોઇએ તો આ પ્રમાણે છે. અહિં આ શ્રાદ્ધ વિશે અને એ કરવાથી શા લાભ (Benefits) પ્રાપ્ત થાય છે એ અંગે સવિસ્તર જાણીશું.

બાર પ્રકારના શ્રાદ્ધ

1. નિત્ય 2. નૈમિત્તિક 3. કામ્ય 4. વૃદ્ધ 5. સપિંડિત 6. પાર્વણ

7. ગોષ્ઠ 8. શુદ્ધિ 9. કર્માંગ 10. દૈવિક 11. યાત્રાર્થ 12. પુષ્ટિ

શ્રાદ્ધના પ્રકારો

1. નિત્ય શ્રાદ્ધ

પ્રતિદિન કરવામાં આવતા આ શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ (Nitya Shraddh)કહે છે જે જળ અને અન્ન દ્વારા કરવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું દેવપૂજન, માતા-પિતા તથા ગુરુઓના પૂજનને નિત્ય શ્રાદ્ધ કહેવાય છે. અન્ન ઉપલબ્ધ ન હોય તો જળ દ્વારા પણ આ શ્રાદ્ધ કરવામાં આવે છે. દરરોજ આ શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ સફળતાના અવનવા સોપાનો સર કરે છે.

2. નૈમિત્તિક શ્રાદ્ધ

કોઇ એકને નિમિત્ત બનાવીને કરવામાં આવતા શ્રાદ્ધને નૈમિતિક શ્રાદ્ધ કહેવાય છે, જેને કરવાથી બૌદ્ધિક સ્તરમાં વૃદ્ધિ થાય છે અને સ્મરણ શક્તિ પણ ઉત્તમ બને છે.

3. કામ્ય શ્રાદ્ધ

કોઈ પણ પ્રકારની કામનાપૂર્તિ અર્થે કરવામાં આવતા શ્રાદ્ધને કામ્ય શ્રાદ્ધ કહે છે, જેને કરવાથી જીવનમાં મનુષ્યને મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

4. વૃદ્ધ શ્રાદ્ધ

વડીલોના આશીર્વાદ મેળવવા માટે લગ્ન, ઉત્સવ વગેરે પ્રસંગોએ કરવામાં આવતા શ્રાદ્ધને વૃદ્ધ શ્રાદ્ધ કહેવાય છે. દામ્પત્યજીવન સફળ બને એ માટે આ શ્રાદ્ધ કરવું જોઇએ.

5. સપિંડિત શ્રાદ્ધ

આ શ્રાદ્ધ સન્માન પ્રાપ્તિના હેતુથી કરવામાં આવે છે. સમાજ, ઘર અથવા સંબંધીઓમાં પોતાનું સન્માન જળવાઇ રહે એ માટે આ શ્રાદ્ધ કરવું જોઇએ.

6. પાર્વણ શ્રાદ્ધ

મંત્રોચ્ચાર દ્વારા વિશેષ તિથિઓ પર કરવામાં આવનારા શ્રાદ્ધને પાર્વણ શ્રાદ્ધ કહે છે, જેમ કે અમાસ જેવી તિથિએ કરવામાં આવતું શ્રાદ્ધકર્મ! આ શ્રાદ્ધ કરવાથી ઘરમાં આનંદ-મંગળ વરતાય છે.

7. ગોષ્ઠ શ્રાદ્ધ

શાસ્ત્રોક્ત રીતે, ગાયની સેવા કરવી ઘણી ઉત્તમ ગણાય છે. ગૌશાળામાં કરવામાં આવેલું શ્રાદ્ધકર્મ ગોષ્ઠ શ્રાદ્ધ કહેવાય છે. જેને કરવાથી સ્ત્રી સુખ પ્રાપ્ત થાય છે.

8. શુદ્ધિ શ્રાદ્ધ

સ્વયંશુદ્ધિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે એને શુદ્ધિ શ્રાદ્ધ કહેવાય છે. એને કરવાથી કાર્યસ્થળે કે સમાજમાં તમારી પીઠ પાછળ થતી નિંદાથી તમારી જાતને રક્ષણ મળે છે.

9. કર્માંગ શ્રાદ્ધ

આવનારા સંતાન માટે ગર્ભાધાન, સોમયાગ, સીમંત આદિ સંસ્કાર કરવામાં આવે છે એને કર્માંગ શ્રાદ્ધ કહે છે. આ શ્રાદ્ધ કરવાથી ઘડપણમાં સંતાન સહારો બને છે અને તમારી ઉચિત સંભાળ રાખે છે.

10. દૈવિક શ્રાદ્ધ

દેવતા પ્રસન્ન થાય તો જીવનમાં ધન-ધાન્યની કમી રહેતી નથી. દેવોને પ્રસન્ન કરવાના હેતુસર જે શ્રાદ્ધ કરવામાં આવે છે એને દૈવિક શ્રાદ્ધ (Daivik Shraddh)કહે છે. એવી માન્યતા છે કે, આ શ્રાદ્ધ કરવાથી ક્યારેય અન્નસંબંધી અથવા ધન-સંપત્તિની સમસ્યા ઉત્પન્ન થતી નથી.

11. યાત્રાર્થ શ્રાદ્ધ

કોઈ પણ યાત્રાનો ઉદ્દેશ રાખીને કરવામાં આવેલા શ્રાદ્ધને યાત્રાર્થ શ્રાદ્ધ કહે છે. દૂરના સ્થળે તીર્થયાત્રા અર્થે અથવા તો દેશાટન કરવાના હેતુથી જે શ્રાદ્ધ પૂર્ણ કરાવવામાં આવે છે તેને યાત્રાર્થ શ્રાદ્ધ કહે છે.

12. પુષ્ટિ શ્રાદ્ધ

પોતાના મિત્ર, ભાઇ, બહેન, પતિ, પત્ની વગેરેના હિતાર્થે જે કર્મ કરવામાં આવે છે, દાન-પુણ્ય કરવામાં આવે છે એને પુષ્ટિ શ્રાદ્ધ કહે છે. દૂર દેશાવર જનારા સ્વજનોની પુષ્ટિ અર્થે જે શુભકામનાઓ અને પ્રાર્થના કરવામાં આવે છે એને પુષ્ટિ શ્રાદ્ધ કહેવાય છે. એવી માન્યતા છે કે, આમ કરવાથી વિદેશ જવાની તક મળે છે અને જે અગાઉથી જ પરદેશમાં વસેલા હોય એમને પોતાના કાર્યોમાં સફળતા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો:નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!

આ પણ વાંચો: