Not Set/ ઓડિશાની જેલમાં 120 કેદીઓ થયા કોરોનાથી સંક્રમિત, 449 કેદીઓ પેરોલ પર મુક્ત

ઓડિશામાં કોરોના સંક્રમણનું જોખમ વધ્યું છે. ઓડિશા હવે ભારતનાં તે રાજ્યોમાં જોડાયુ છે, જ્યાં કોરોના વાયરસનાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. દરમિયાન, ઓડિશાની જેલોમાં પણ કોવિડ-19 નો કેર ફાટી નીકળ્યો છે.

Top Stories India
Untitled 59 ઓડિશાની જેલમાં 120 કેદીઓ થયા કોરોનાથી સંક્રમિત, 449 કેદીઓ પેરોલ પર મુક્ત

ઓડિશામાં કોરોના સંક્રમણનું જોખમ વધ્યું છે. ઓડિશા હવે ભારતનાં તે રાજ્યોમાં જોડાયુ છે, જ્યાં કોરોના વાયરસનાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. દરમિયાન, ઓડિશાની જેલોમાં પણ કોવિડ-19 નો કેર ફાટી નીકળ્યો છે.

ચેડાં કરનાર પર કાર્યવાહી / CM રૂપાણીની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાયરલ કરનાર યુવકની થઇ ધરપકડ

જણવાી દઇએ કે, અહી એવા અહેવાલો મળી આવ્યા છે કે, ઓડિશાની જેલોમાંથી એક પછી એક ઘણા કેદીઓને કોરોના સંક્રમણ થયુ છે. છેલ્લા અહેવાલ મુજબ ઓડિશાની જેલોમાં ઓછામાં ઓછા 120 કેદીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. વળી, 2 કેદીઓનું મોત કોરોનાનાં કારણે થયું છે. આ માહિતી ઓડિશાનાં ડીઆઈજી (જેલ) દ્વારા આપવામાં આવી છે. ઓડિશાનાં ડીઆઈજી (જેલ) એ કહ્યું છે કે રાજ્યનાં 120 કેદીઓ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વળી બે કેદીઓનું મોત કોરોનાનાં કારણે થયું છે. તેમણે માહિતી આપી હતી કે હવે ગંભીર કોવિડ દર્દીઓને જેલનાં આઇસોલેશન વોર્ડમાંથી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઓડિશાનાં ડીઆઈજીએ કહ્યું છે કે કોરોનાને ધ્યાનમાં રાખીને જેલમાં બંધ કેદીઓની સંખ્યા ઘટાડવા માટે 449 કેદીઓને 90 દિવસનાંમ પેરોલ પર મુક્ત  કરવામાં આવ્યા છે. તેમણે એવી પણ માહિતી આપી છે કે પટનાગઢ સબ જેલ અને બરહામપુર જેલનાં એક સેલને કોવિડ-19 કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે.

વેક્સિન સંકટ / કોવાક્સિનના લાઈસન્સ માટે થયેલા વિલંબના રિપોર્ટને લઈ સરકારે કર્યો આ ખુલાસો

ઓડિશામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા એક લાખથી વધુ છે. 6 મે થી રાજ્યમાં એક દિવસ છોડી દરરોજ 10,000 થી વધુ નવા કોવિડ-19 કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે (13 મે) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,649 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં જણાવ્યા અનુસાર, ઓડિશામાં અત્યાર સુધીમાં કુલ 5,76,297 લોકોને ચેપ લાગ્યો છે. ગુરુવારે (13 મે) રાજ્યમાં 13 લોકોનાં મોત થયાં હતા. ઓડિશામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 2,251 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4,73,680 લોકો ઠીક થઇ ચુક્યા છે.

majboor str 10 ઓડિશાની જેલમાં 120 કેદીઓ થયા કોરોનાથી સંક્રમિત, 449 કેદીઓ પેરોલ પર મુક્ત