Animal Clinic/ રાજ્યમાં નવા 127 મોબાઇલ પશુ દવાખાના શરૂ કરી 1,297 ગામોમાં સારવાર પૂરી પડાશે

ગુજરાતમાં વર્તમાન પશુ આરોગ્ય સેવાઓના (Animal Healthcare) વિસ્તૃતિકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં 127 નવા ફરતા પશુ દવાખાનાઓ મંજૂર કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Animal mobile clinic રાજ્યમાં નવા 127 મોબાઇલ પશુ દવાખાના શરૂ કરી 1,297 ગામોમાં સારવાર પૂરી પડાશે
  • હાલમાં 5298 ગામોમાં 460 મોબાઈલ પશુ દવાખાના થકી વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ
  •  રાજ્યમાં દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના અમલી
  • “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” દ્વારા 31 શહેરોમાં પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ

ગુજરાતમાં વર્તમાન પશુ આરોગ્ય સેવાઓના (Animal Healthcare) વિસ્તૃતિકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં 127 નવા ફરતા પશુ દવાખાનાઓ મંજૂર કરવામાં આવ્યા છે.

આ નવા 127 પશુ દવાખાના (Mobile clinic) કાર્યરત થતાં રાજ્યના 1,270થી વધુ ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠાં પશુપાલકોને વિના મૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે. આના લીધે પશુઓની આરોગ્યમાં વધુ સુધારો થતા દૂધ ઉત્પાદન વધશે અને પરિણામે રાજયના પશુપાલકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે તેમ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હાલમાં શહેરી વિસ્તારમાં 37 “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” તથા “દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ 460 જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે સફળતાપૂર્વક વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે.

“કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” દ્વારા રાજ્યના કુલ 31 શહેરોમાં નધણિયાતા પશુઓને ઇમરજન્સી ધોરણે સારવાર આપવામાં આવે છે જ્યારે 460 મોબાઇલ પશુ દવાખાના થકી રાજ્યના 5,298 ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠા પશુપાલકોને વિના મૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારના સફળ અમલીકરણના ધોરણે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ફરતા પશુ દવાખાનાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ખરીદી સહિતના મૂડી ખર્ચ માટે 100% સહાય જયારે કે એકમો ચલાવવા માટેના ઓપરેશન ખર્ચના 60 % કેન્દ્ર સરકાર અને 40% રાજય સરકારના પ્રમાણે સહાય આપવામાં આવે છે.

અગાઉના 37 “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” તથા 460 ફરતા પશુ દવાખાનાઓના ધોરણ મુજબ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે વધુ 127 ફરતા એકમો પણ કાર્યરત કરવામાં આવશે. 127 નવા ફરતા પશુ દવાખાના માટે કેપિટલ ખર્ચ પેટે રૂ.8.89 કરોડ જયારે ઓપરેશન ખર્ચ માટે દર વર્ષે રૂ.17 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આ યોજનાના તમામ વાહનોમાં જીપીએસની (GPS) સુવિધા હોવાથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે. કુદરતી અને માનવ સર્જીત આફતના સમયમાં પણ આ એકમો દ્વારા અવિરત સેવાઓ આપવામાં આવશે.