આદેશ/ ગુજરાતના 14 જિલ્લાઓ પાસે RT-PCR ટેસ્ટ માટે લેબોરેટરી નથી

લેબોરેટરીનો અભાવ 14 જિલ્લામાં

Gujarat
laboratry ગુજરાતના 14 જિલ્લાઓ પાસે RT-PCR ટેસ્ટ માટે લેબોરેટરી નથી

રાજ્યમાં કોરોનાની સૂનામી જોવા મળે છે.કોરોના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોનાને લીધે લોકો મરી રહ્યા છે,ગુજરાતમાં ઓક્સિજનની અછતના કિસ્સાઓ પણ સામે આવ્યો છે .રાજ્યની હાલત ખુબ કથળી છે.ગુજરાત હાઇકોર્ટમાં કોરોના મુદ્દે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી તે દરમિયાન હાઇકોર્ટ સખ્ત શબ્દોમાં રાજ્ય સરકારની ટીકા કરી હતી.અનેક જિલ્લાઓમાં આરટી ,પીસીઆર લેબ નહીં હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના 14 જિલ્લામાં આરટી-પીસીઆર લેબોરેટરી જ નથી.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ગીર સોમનાથ,નર્મદા,ખેડા,પંચમહાલ,અરવલ્લી,તાપી,દેવભૂમિ દ્વારકા,ભરૂચ,આણંદ,છોટઉદેપુર,ડાંગ જેવા અનેક જિલ્લાઓમાં આરટી-પીસીઆર ટેસ્ટીંગ લેબ ના હોવાનું જાણવા મળ્યું છે. હાઇર્કોટે પણ આ બાબતે રાજ્ય સરકારની સખ્ત ટીપ્પણી કરી હતી.

રાજ્ય સરકારને ટકોર કરતાં હાઇર્કોટે કહ્યું કે અન્ય જિલ્લામાં આરટી-પીસીઆર ટેસ્ટ કરવાં ના જવુ પડે તેવી સત્વરે વ્યવસ્થા કરે. હવે રાજ્ય સરકાર હાઇર્કોટની ટીપ્પણીથી લેબની વ્યવ્સથા કરશે કે નહી તે તો હવે જોવાનું રહ્યુ.