વિધાર્થીની ઉપર હુમલો/ સુરતમાં વધુ એક ગ્રીષ્માવાળી, 14 વર્ષીય વિધાર્થીની પર ચપ્પુ વડે હુમલો

પાંડેસરાની ગૌરીનગર સોસાયટીમાં રહેતી ધોરણ-8માં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરી ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. 

Top Stories Gujarat Surat
metro 1 2 સુરતમાં વધુ એક ગ્રીષ્માવાળી, 14 વર્ષીય વિધાર્થીની પર ચપ્પુ વડે હુમલો
  • સુરતઃ 14 વર્ષના વિદ્યાર્થીની પર હુમલાનો પ્રયાસ
  • ચપ્પા વડે હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ
  • હુમલામાં વિદ્યાર્થીનીને ગાલના ભાગે 17 ટાકા
  • હુમલો કરનાર 3 મહિનાથી કરતો હતો હેરાન
  • કાલુ નામના ઇસમે કર્યો હુમલો
  • પોલીસે હત્યાની કોશિષ, છેડતીની ફરિયાદ નોંધી
  • પાંડેસરા પોલીસે ફરિયાદ આઘારે તપાસ હાથ ધરી

રાજ્યમાં મહિલાઓ ઉપરના ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હજુ સુરતના ગ્રીષ્મા કાંડની  સ્યાહી સુકાઈ નથી ત્યાં આણંદ ખાતે કૃપા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તો હવે વળી પાછો સુરત શહેરની જ એક શાળાએ જતી વિધાર્થીની ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે.

સુરત શહેરમાં દિન પ્રતિદિન ક્રાઈમ વધતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગ્રીસમાં વેકરીયા હત્યા જેવી ઘટના બનતા અટકી છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતમાં 14 વર્ષની કિશોરી પર એક તરફી પ્રેમમાં પાગલ સામે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જોકે કિશોરીએ મોઢું ફેરવી લેતા તેનું ગળું કપાતા બચી ગયું હતું અને ગાલના ભાગે ગંભીર ઈજા થઈ હતી. કિશોરીને ઇજાગ્રસ્ત હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેના ગાલના ભાગે 17 જેટલા ટાંકા લેવા પડ્યા હતા.

આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની છે જ્યાં કિશોરી ગૌરી નગર સોસાયટીમાં રહે છે અને ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. કિશોરી તેના રૂમમાંથી બહાર નીકળીને બાથરૂમમાં ગઈ હતી તે સમયે કાળું નામનો ઈસમ કિશોરી પાસે આવ્યો હતો અને કિશોરીને કહ્યું હતું કે તારું લફડું કોની સાથે ચાલે છે.. આ વાત કહ્યા બાદ કિશોરી સાથે તે ઝઘડો કરવા લાગ્યો હતો અને ત્યારબાદ પોતાની પાસે રહેલા શિક્ષણ હથિયાર વડે એક કિશોરી પર હુમલો કરી દીધો હતો તો ક્યાં ઘટનામાં કિશોરીએ પોતાનું મોઢું ફેરવી લીધું હોવાના કારણે તેની ગરદન પર ચપ્પુ લાગતા રહી ગયું હતું અને ચપ્પુ કિશોરીના ગાલ પર લાગ્યું હતું. આ ઘટનામાં કિશોરીના ગાલ પર ગંભીજા થતા તેની નવી સિવિલ હોસ્પિટલમાં કચડાઈ હતી અને જ્યાં તેના ગાલના ભાગે 17 જેટલા ટાંકા ડોક્ટરને લેવા પડ્યા હતા.

આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા કાલુ નામના ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કિશોરીએ કહ્યું હતું કે આ કાલુ નામનો ઈસમ છેલ્લા કેટલાક દિવસોથી તેને હેરાન પરેશાન કરતો હતો અને તેને આ ઘટના પહેલા પણ બેથી ત્રણ વખત આ 14 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. કાલુ નામનો ઈસમ વિદ્યાર્થીનીને અવાર નવાર પરેશાન કરતો હોવાને લઈ તેને પરિવારના સભ્યોને આ બાબતે જાણ કરી હતી પરંતુ પરિવારના સભ્યોને એવો સપને ખ્યાલ ન હતો કે કાલુ નામનો ઈસમ વિદ્યાર્થીની પર આ પ્રકારે જીવ લેણ હુમલો કરી દેશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કર્યા બાદ આરોપી મહારાષ્ટ્ર ભાગી ગયો છે તેથી પોલીસ આરોપીના ભાઈને ઊંચકી લાવી અને તેની પૂછપરછ કરી આરોપી સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે આ વિદ્યાર્થીનીને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. અને આ ઘટના બાદ વિદ્યાર્થીના માતા પિતા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટનાની જાણ કરાતા પાંડેસરા પોલીસ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.