સુરત/ સુરતની વેદાંત ઇન્ડસ્ટ્રીયલમાં પાવર કટની સમસ્યાથી 15થી 20 હજાર ધંધાર્થીઓ પરેશાન, DGVCL ખાતે નોંધાવ્યો વિરોધ

વેદાંત ઇન્ડસ્ટ્રીયલ અને તેની આસપાસના વિસ્તારમાં 15થી 20 હજાર જેટલા એમ્બ્રોઇડરીના નાના-મોટા યુનિટો ચાલી રહ્યા છે અને 20થી 25 હજાર જેટલા લોકોને આ યુનિટો થકી રોજગારી પણ મળી રહી છે.

Gujarat Surat
YouTube Thumbnail 73 સુરતની વેદાંત ઇન્ડસ્ટ્રીયલમાં પાવર કટની સમસ્યાથી 15થી 20 હજાર ધંધાર્થીઓ પરેશાન, DGVCL ખાતે નોંધાવ્યો વિરોધ

@દિવ્યેશ પરમાર 

Surat News:સુરતમાં કોસાડ ખાતે આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીયલમાં અવારનવાર પાવર કાપની સમસ્યાને લઈને ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ પણ પાવર કાપની સમસ્યાને લઈને વેદાંત ઇન્ડસ્ટ્રીયલના કારખાનેદારો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના અધિકારીઓને સમસ્યાનો નિરાકરણ લાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આપવામાં આવતું નથી. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 24 કલાક વીજળી આપવાની માગણી આ ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.

Untitled 6 3 સુરતની વેદાંત ઇન્ડસ્ટ્રીયલમાં પાવર કટની સમસ્યાથી 15થી 20 હજાર ધંધાર્થીઓ પરેશાન, DGVCL ખાતે નોંધાવ્યો વિરોધ

મહત્વની વાત છે કે વેદાંત ઇન્ડસ્ટ્રીયલ અને તેની આસપાસના વિસ્તારમાં 15થી 20 હજાર જેટલા એમ્બ્રોઇડરીના નાના-મોટા યુનિટો ચાલી રહ્યા છે અને 20થી 25 હજાર જેટલા લોકોને આ યુનિટો થકી રોજગારી પણ મળી રહી છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા આ ધંધાર્થીઓને પાવર કાપની સમસ્યાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Untitled 6 4 સુરતની વેદાંત ઇન્ડસ્ટ્રીયલમાં પાવર કટની સમસ્યાથી 15થી 20 હજાર ધંધાર્થીઓ પરેશાન, DGVCL ખાતે નોંધાવ્યો વિરોધ

ઘણી વખત દિવસમાં પાંચ પાંચ કલાક પાવર કાપવાના કારણે ખૂબ મોટું નુકસાન આ ધંધાર્થીઓને થઈ રહ્યું છે. તો એક તરફ પાવર કટના કારણે પૂરતા પ્રમાણમાં કામ થતું નથી અને બીજી તરફ કર્મચારીઓને કામ કરવું છે પરંતુ તેઓ પાવર કટના કારણે કામ કરી શકતા નથી. એટલા માટે ધંધાર્થીઓને પાવર કટના કારણે આર્થિક રીતે પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ અવારનવાર પાવર કટની સમસ્યા હોવાના કારણે એમ્બ્રોડરી મશીનમાં લાગેલી મધરબોર્ડ સહિતની ઇલેક્ટ્રીક વસ્તુઓ પણ ખરાબ થઈ રહી છે. આ મશીન રીપેર કરાવવા પાછળ 5000, 10000 કે 15થી 20,000 નો ખર્ચો આ ધંધાર્થીઓને કરવો પડી રહ્યો છે.

મોટા મોટા ખર્ચાઓના કારણે ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી માગણી કરી રહ્યા છે કે તેમને 66 kg વોલ્ટનું અલગથી સબ સ્ટેશન ફાળવવામાં આવે અને હાલ અલગ અલગ ચાર ફીડરમાંથી જે પાવર આપવામાં આવે છે તેમાં પણ ક્યારેક પાવર ઓવરલોડિંગ આવે છે તો ક્યારેક પાવર ખૂબ જ ઓછો આવે છે. આ સમસ્યાના કારણે મશીનો અવારનવાર ખરાબ થઈ રહી છે.

Untitled 6 5 સુરતની વેદાંત ઇન્ડસ્ટ્રીયલમાં પાવર કટની સમસ્યાથી 15થી 20 હજાર ધંધાર્થીઓ પરેશાન, DGVCL ખાતે નોંધાવ્યો વિરોધ

વેદાંત ઇન્ડસ્ટ્રીયલના ધંધાર્થીઓની રજૂઆત સાંભળીને દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના અધિકારીઓ દ્વારા પાંચથી સાત દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે પરંતુ બીજી તરફ વેદાંત ઇન્ડસ્ટ્રીયલમાં યુનિટ ધારકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે જ્યારે રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે આવી જ બાહેધરી આપવામાં આવે છે કોઈ કામ કરવામાં આવતું નથી. અધિકારીઓ પણ ઓવરલોડિંગની સમસ્યા હોવાની વાત માની રહ્યા છે પરંતુ આ સમસ્યાનો કોઈ નિરાકરણ લાવતા નથી. હવે જોવાનું એ રહે છે કે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના ધંધાર્થીઓની મુશ્કેલી કેટલા સમયમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દૂર કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 સુરતની વેદાંત ઇન્ડસ્ટ્રીયલમાં પાવર કટની સમસ્યાથી 15થી 20 હજાર ધંધાર્થીઓ પરેશાન, DGVCL ખાતે નોંધાવ્યો વિરોધ


આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….