Mexico Accident/ મેક્સિકોમાં બસ ખાડામાં પડતા 17ના મોત, 6 ભારતીયો પણ હતા બસમાં

અમેરિકાના પડોશી દેશ મેક્સિકોમાં એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પશ્ચિમ મેક્સિકોમાં ગુરુવારે હાઈવે નજીક એક પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી.

Top Stories World
Mexico Accident મેક્સિકોમાં બસ ખાડામાં પડતા 17ના મોત, 6 ભારતીયો પણ હતા બસમાં

અમેરિકાના પડોશી દેશ મેક્સિકોમાં એક દર્દનાક Mexico Accident અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પશ્ચિમ મેક્સિકોમાં ગુરુવારે હાઈવે નજીક એક પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી. બસ ખીણમાં પડી જતાં તેમાં સવાર 17 લોકોનાં મોત થયાં હતાં. બસમાં 6 ભારતીયો સહિત 40 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં લગભગ 22 અન્ય લોકો ઘાયલ થયા છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

નાયરિત રાજ્ય સુરક્ષા અને નાગરિક સંરક્ષણ સચિવ Mexico Accident જોર્જ બેનિટો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડો લગભગ 50 મીટર (164 ફૂટ) ઊંડો હતો. મૃતકોમાં 14 વયસ્કો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. બસમાં 40 મુસાફરો સવાર હતા. દરેક જણ તિજુઆના તરફ જઈ રહ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓનું કહેવું છે કે બસ રાજ્યની રાજધાનીની બહારના હાઇવે પર બરાન્કા બ્લાન્કા પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.

ગયા મહિને બસ અકસ્માતમાં 29 લોકોના મોત થયા હતા. Mexico Accident ગયા મહિનાની શરૂઆતમાં, દક્ષિણના રાજ્ય ઓક્સાકામાં બસ અકસ્માતમાં 29 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરીમાં, મધ્ય મેક્સિકોમાં દક્ષિણ અને મધ્ય અમેરિકાના સ્થળાંતર કરનારાઓને લઈ જતી બસ ક્રેશ થઈ હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા. સિવિલ ડિફેન્સ સેક્રેટરી જોર્જ બેનિટો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે બસ લગભગ 50 મીટર ઊંડી હોવાથી બચાવ કામગીરી મુશ્કેલ હતી. તેમણે કહ્યું કે 17 મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે.

 

આ પણ વાંચોઃ ષડ્યંત્ર પર્દાફાશ/પિક્ચરની સ્ટોરીને ટક્કર માટે તેવી સ્ટોરી, પોલીસને આ રીતે કરી ગુમરાહ

આ પણ વાંચોઃ નિમણૂક/ગુજરાત યુનિ. બાદ GTUમાં પણ મહિલા VCની નિમણૂક,જાણો કોને સોંપાઇ જવાબદારી

આ પણ વાંચોઃ Bhavnagar Love Story/ પ્રેમિકાના ઘરની બહાર યુવકે કર્યો આપઘાત, ગુજરાતમાં લવ સ્ટોરીનો દર્દનાક અંત

આ પણ વાંચોઃ Catfish-Palsana/એમેઝોનના જંગલોમાં જોવા મળતી માછલી પલસાણાના મીંઢોળામાં જોવા મળી

આ પણ વાંચોઃ Crane accident/મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતમાં ક્રેનનો અકસ્માતઃ એક શ્રમિકનું મોત