Not Set/ અમદાવાદ : બોપલ સ્તિથ મારૂતિનંદન હોટલમાં કેટલાક અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન સબ-સલામતીના દાવા વચ્ચે કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારામારી અને તોડફોડની ઘટનાઓમાં ક્રમશ: વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં આવેલી મારૂતિનંદન હોટલમાં મારામારી અને તોડફોડ કર્યાં હોવાની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ લાકડી અને પથ્થર વડે હોટલના તમામ કાચ તોડીને આતંક મચાવ્યો હતો તેમજ હોટલના કર્મચારીઓને […]

Gujarat
1 1518325080 અમદાવાદ : બોપલ સ્તિથ મારૂતિનંદન હોટલમાં કેટલાક અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન સબ-સલામતીના દાવા વચ્ચે કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારામારી અને તોડફોડની ઘટનાઓમાં ક્રમશ: વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં આવેલી મારૂતિનંદન હોટલમાં મારામારી અને તોડફોડ કર્યાં હોવાની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ લાકડી અને પથ્થર વડે હોટલના તમામ કાચ તોડીને આતંક મચાવ્યો હતો તેમજ હોટલના કર્મચારીઓને પણ હુમલો કર્યો હતો.

આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને આતંક મચાવનારા અજાણ્યા શખ્સો વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મારૂતિનંદન માલિકનો દિકરો અભ્યાસ પૂર્ણ કરીને પાછો ફરી રહ્યો ત્યારે ત્યારે એક વાહન સાથે સામાન્ય અકસ્માત થયા બાદ બોલાચાલી થઇ હતી. ત્યારબાદ આ સામાન્ય બોલાચાલીની અદાવતમાં આ અસામાજિક તત્વોએ હોટલમાં તોડફોડ કરી હતી.