બનાસકાંઠા/ બનાસકાંઠામાં બે અલગ અલગ બનાવમાં દારૂના જથ્થા સાથે 19 લાખનો મુદ્દામાલ કબજે

બનાસકાંઠામા બે અલગ અલગ બનાવમાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દારૂના જથ્થા સાથે 19 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.

Gujarat Top Stories
Beginners guide to 2024 02 09T001353.376 બનાસકાંઠામાં બે અલગ અલગ બનાવમાં દારૂના જથ્થા સાથે 19 લાખનો મુદ્દામાલ કબજે

@નિકુંજ પટેલ

બનાસકાંઠામા બે અલગ અલગ બનાવમાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દારૂના જથ્થા સાથે 19 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. બન્ને કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય 9 ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

પ્રથમ બનાવની વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી કે ડીસા પાલનપુર રોડ પર કુશકલ પાટીયા પાસેથી કેટલાક શખ્સો દારમાં દારૂના જથ્થા સાથે જઈ રહ્યા છે. જેને આધારે પોલીસે અહીં જાળ બીછાવી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી રૂ.1,02,386 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂ.4,02,386 નો મુદ્દમાલ કબજે કર્યો હતો.
પોલીસે સ્વિફ્ટ કારના માલિક, દારૂ ભરીને મોકલનાર, દારૂ મંગાવનારા સહિત પાંચ શક્સો સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ અંગે ગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

અન્ય બનાવમાં પોલીસે બનાસકાંઠાના ડીસા સ્થિત ગાવડી ગામ પાસે વોચ રાખી કારમાંથી રૂ.3,46,500 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, રોકડ રકમ અને કાર મળીને કુલ રૂ. 15,42,000 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં રાજસ્થાનના કાર ડ્રાઈવર રવિન્દર એમ.બિશ્નોઈની ધરપકડ કરી હતી. જ્યારે ચાર ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે. જેમાં કારમાં બેઠેલા શખ્સ રામલાલ બિશ્નોઈ, છોટુ કે.બિશ્નોઈ, દારૂનો જથ્થો મંગાવનારા અમદાવાદ ખોખરાના દાદુ ખોખરા ઉર્ફે રાજુભાઈ તથા કારના માલિકનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ