Not Set/ વલસાડ દરિયાકાંઠેથી મળ્યા વધુ 2 મૃતદેહો, મુંબઈના બાર્જ P-305 ક્રુ મેમ્બર્સ હોવાની શક્યતા

તાઉ તે વાવાઝોડાએ ગુજરાત જ નહીં મુંબઈ સહિતનાં રાજ્યોમાં ભારે તરખાટ મચાવ્યો હતો. તાઉ તે વાવાઝોડા ગુજરાતમાંથી પસાર થઈ ગયું છે.

Gujarat Others
A 291 વલસાડ દરિયાકાંઠેથી મળ્યા વધુ 2 મૃતદેહો, મુંબઈના બાર્જ P-305 ક્રુ મેમ્બર્સ હોવાની શક્યતા

તાઉ તે વાવાઝોડાએ ગુજરાત જ નહીં મુંબઈ સહિતનાં રાજ્યોમાં ભારે તરખાટ મચાવ્યો હતો. તાઉ તે વાવાઝોડા ગુજરાતમાંથી પસાર થઈ ગયું છે. પણ આટલાં દિવસો બાદ પણ તાઉ તેની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને તેવામાં ગઈકાલે વલસાડમાંથી દરિયાકિનારે આજે ચાર મૃતદેહો તરી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતા. જે બાદ આજે વધુ બે મૃતદેહ મળી આવ્યા છે.  વલસાડમાંથી દરિયાકિનારે કુલ છ મૃતદેહ મળી આવ્યા છે.

વલસાડના નજીક તિથલ અને આસપાસના અન્ય  દરિયા કિનારે એક સાથે 4 મૃતદેહો મળી આવ્યા હતા. તિથલના દરિયા કિનારે કુલ 3 મૃતદેહો મળી આવ્યા હતા. જેમાંથી બે મૃતદેહો લાઈફ જેકેટ સાથે અને એક લાઈફ જેકેટ વિના મળ્યા હતા. સ્થાનિક લોકોએ મૃતદેહોને જોતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપ સિંહ ઝાલાને થતા જિલ્લા પોલીસ  સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તિથલના દરિયા કિનારે દોડી આવ્યો હતો.  મૃતદેહો અંગે તપાસ હાથ ધરી હતી. તિથલના દરિયા કિનારા પર મળેલા આ 3 મૃતદેહોની તપાસ ચાલી રહી હતી એ વખતે ગઈકાલે ફરી પાછો પોલીસને મેસેજ મળ્યો હતો કે વલસાડના ડુંગરી ગામ નજીક પણ દરિયા કિનારે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.

આ પણ વાંચો :મકાનો, ઝુપડાઓ, ગમાણ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર ચૂકવશે

ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા ડી એસપી સહિત પોલીસ નો કાફલો દરિયા કિનારે પહોચી ગયો હતો.  શિપ માં કામકર્તા ક્રૂ મેમ્બરો ના પહેરેલ કપડાં સાથે ની  લાશો મળી  આવી છે. હાલમાં તો પોલીસે આ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ગામોમાં કિનારે પણ તપાસ હાથ ધરવા માં આવી છે.

આમ વલસાડ જિલ્લામાં દરિયા કિનારેથી સતત બે દિવસથી મૃતદેહો મળી રહ્યા છે. આથી વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં વલસાડ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આમ છેલ્લા બે દિવસમાં વલસાડ જિલ્લાના દરિયાકિનારાથી અત્યાર સુધી 6 મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો :રાજકોટમાં હવે મ્યુકરમાયકોસીસ હાહાકા, તંત્ર મહામારી સામે લડવા માટે સજ્જ

નોંધપાત્ર વાત એ છે કે ચક્રવાતી તોફાન તાઉતે દરમિયાન 17 મેના રોજ અરબી સમુદ્રમાં બાર્જ પી 305 ડૂબી ગયું હતું. જેમાં 49 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જોકે મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નવીનતમ માહિતી અનુસાર, 51 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે નૌકાદળ અને કોસ્ટગાર્ડ સૈનિકો દ્વારા ભારે પ્રયત્નો બાદ 180 થી વધુ લોકોનો બચાવ થયો હતો.

બર્જમાં 261 લોકો હતા, તોફાન દરમિયાન સમુદ્રની મધ્યમાં ફસાયેલા કુલ 261 લોકો બાર્જ પી -305 માં હતા. નૌકાદળની શોધ અને બચાવ કામગીરીમાં 186 લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યારે 61 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જે લોકો હજી ગુમ છે તેમના માટે ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ સતત રોકાયેલા છે.

આ પણ વાંચો :ઝાલાવાડના લટુડા ગામની મહિલાઓએ તેમના ગામને કોરોના મૂક્ત બનાવવા લીધી આગેવાની

kalmukho str 19 વલસાડ દરિયાકાંઠેથી મળ્યા વધુ 2 મૃતદેહો, મુંબઈના બાર્જ P-305 ક્રુ મેમ્બર્સ હોવાની શક્યતા