@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
આજે રાજ્યમાં કોરોનાનો કેર છે, ત્યારે આ કપરા સમયે પણ અમુક લોકો દારૂની ખેપ કરી રહ્યા છે. આવા જ કેટલાક શખ્સને લીંબડી નેશનલ હાઈવે પરથી પોલીસે પકડી પાડ્યા છે. જણાવી દઇએ કે, લીંબડી નેશનલ હાઈવે પર 4.86 લાખથી વધુનો ઈંગ્લીશ દારૂ બે શખ્સો લઇને જઇ રહ્યા હતા, જેને પોલીસે સમયસર ઝડપી પાડ્યો હતો. દારૂની હેરાફેરી કરતા 2 શખ્સ સાથે દારૂ મોકલનાર અને મંગાવનાર 6 ઈસમો વિરૂધ્ધ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
ચિંતામાં વધારો: સુરેન્દ્રનગર જિલ્લામાં મ્યુકરમાઇકોસિસથી પહેલી મોત થતા ચકચાર
લીંબડી તાલુકામાં દારૂ-જુગારની બદીને નાબૂદ કરવાની DYSP ચેતન મુંધવાની સુચનાને પગલે PSI વી.એન.ચૌધરીએ પોલીસ ટીમ સાથે રાખીને પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. પો.કો. રવિરાજસિંહ ઝાલાને અમદાવાદ-રાજકોટ હાઈવે પર દારૂનો મોટો જથ્થો આવતો હોવાની બાતમી મળી હતી. પોલીસ ટીમે શિયાણી સર્કલ પાસે વોચ ગોઠવી વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. ચેકીંગ દરમિયાન ટેમ્પોમાંથી 4,86,800 રૂપિયાની વિદેશી દારૂની 1217 બોટલો મળી આવી હતી.
નવી પાર્કિંગ પોલીસી: લો બોલો… અમદાવાદીઓને કાર ખરીદતા પહેલા હવે પાર્કિંગના પુરાવા આપવા પડશે…!!!
દારૂ ભરેલા વાહનનો ચાલક જીગર જગદીશ ડોડીયા અને ક્રિપાલ ભરતસિંહ જાડેજાને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સોએ દારૂનો જથ્થો અર્જુન ચુડાસમા અને વિનોદ સિંધીએ ભરી આપ્યો જ્યારે દારૂનો જથ્થો રાજુ ઉર્ફે કડી અને મિરવે મંગાવ્યો હોવાનું કબુલ્યું હતું. દારૂ, ટેમ્પો, તાડપત્રી, મોબાઈલ ફોન મળી 8,91,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.