Al-Qaeda/ પશ્ચિમ બંગાળમાં અલ-કાયદાના 2 શંકાસ્પદ આતંકવાદીઓ પકડાયા

રાજ્ય પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) યુનિટે બુધવારે રાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરીબારીમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદાના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી હતી

Top Stories India
5 39 પશ્ચિમ બંગાળમાં અલ-કાયદાના 2 શંકાસ્પદ આતંકવાદીઓ પકડાયા

પશ્ચિમ બંગાળમાં આતંકી કનેક્શનને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. રાજ્ય પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) યુનિટે બુધવારે રાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરીબારીમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદાના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી હતી. તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા ઈન ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (AQIS)ના સક્રિય સભ્યો હોઈ શકે છે. મળતી માહિતી મુજબ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સે બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે બંનેને કસ્ટડીમાં લીધા હતા.

STF સૂત્રોનું કહેવું છે કે અટકાયત કરાયેલા લોકોની ઓળખ અબ્દુર રકીબ સરકાર, ગંગારામપુર, જિલ્લા દક્ષિણ દિનાજપુરના રહેવાસી અને હુગલી જિલ્લાના આરામબાગના રહેવાસી કાઝી અહેસાન ઉલ્લાહ તરીકે થઈ છે.

પશ્ચિમ બંગાળ પોલીસના STFએ તેમના કબજામાંથી ભારત સામે યુદ્ધ છેડવાનો સંકેત આપતા અનેક કટ્ટરપંથી સાહિત્ય જપ્ત કરવાનો દાવો કર્યો છે. અટકાયત કરાયેલા બે આરોપીઓ વિરુદ્ધ UAPA અને IPCની વિવિધ કલમો હેઠળ ચોક્કસ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને પૂછપરછ દરમિયાન અન્ય 17 FIRના નામો સામે આવ્યા છે.

યુપીના ફતેહપુરથી, લખનૌ એટીએસની ટીમે હબીબુલ ઇસ્લામ ઉર્ફે સૈફુલ્લાહની દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ધરપકડ કરી હતી. હવે તેણે તેના ઘણા રહસ્યો જાહેર કર્યા છે. સૈફુલ્લાહે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી તે ઈન્ટરનેટ દ્વારા આતંકવાદી ગતિવિધિઓની માહિતી લઈ રહ્યો હતો. તે આતંકવાદી સંગઠનોથી પ્રભાવિત હતો કારણ કે તે ભારતને ઈસ્લામિક દેશ બનાવવાનું સપનું જોઈ રહ્યો હતો.