GST-Bogus Billing/ સુરતમાં 200 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

સુરતમાં 200 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સીજીએસટીની તપાસમાં બોગસ બિલિંગ કૌભાંડ ખૂલ્યું છે. બોગસ બિલિંગ કૌભાંડમાં ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) લેનાર 34 પેઢીના આઠ સંચાલકો સામે ગુનો નોંધાયો છે. તેઓએ 22 કરોડની આઇટીસી ખોટી રીતે મેળવી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 01 25T120639.071 સુરતમાં 200 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

સુરતઃ સુરતમાં 200 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સીજીએસટીની તપાસમાં બોગસ બિલિંગ કૌભાંડ ખૂલ્યું છે. બોગસ બિલિંગ કૌભાંડમાં ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) લેનાર 34 પેઢીના આઠ સંચાલકો સામે ગુનો નોંધાયો છે. તેઓએ 22 કરોડની આઇટીસી ખોટી રીતે મેળવી હતી.

તેઓએ આ પ્રકારે ખોટી રીતે અપનાવેલી મોડસ ઓપરેન્ડીમાં કેમિકલ, ભંગાર અને લાકડાના ખોટા બિલો બનાવ્યા હતા. તેમણે કારોબાર ભંગારનો બતાવ્યો હતો. ફ્રોડ કરનારાઓની ટોળીએ રીતસરની બનાવટી પેઢી જ બનાવી દીધી હતી. આ ઉપરાંત ફ્રોડની ટોળીએ જે બિલો બનાવ્યા તેમા કેમિકલના બિલો હતા. નવસારીના વેપારીઓએ લાકડાના બિલો મંગાવીને બોગસ બિલિંગ કર્યુ હતું.

આ તોડબાજોની ટોળીએ આ માટે કોના-કોના આધારકાર્ડ અને બીજા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો તેના અંગે ઇકોસેલ તપાસ કરી રહ્યું છે. તેમા એક વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે. જીએસટીએ ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી શરૂ કર્યા પછી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આ પહેલા આ પ્રકારનું બોગસ બિલિંગ કૌભાંડ સુરતમાં થયુ હતુ. તેમા હીરાદલાલના નામે જીએસટી નંબર મેળવીને મિત્રના ભાઈએ 15.17 કરોડના બોગસ બિલો બનાવ્યા હતા. આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પાંચસામે ગુનો નોંધાયો હતો. તેની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી. ઇકો સેલની તપાસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઇકો સેલે ભાવેશ નામની વ્યક્તિની ડેટા આપવાના ગુનામાં સાઇબર ક્રાઇમમાં ધરપકડ કરી હતી.

કતારગામમાં હીરા દલાલે પોતાના નામનો જીએસટી નંબર લઈને મિત્રના ભાઈને આપ્યો હતો. તેમા તેણે હીરાદલાલની જાણબહાર 15.17 કરોડના બોગસ બિલોના ટ્રાન્ઝેકશન કર્યા હતા. મિત્રએ પણ આ અંગે હાથ ઊંચા કરી દેતા હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ ઇકોસેલને સોંપાતા તેણે મનોજ કેવડિયા નામના શખ્સની ધરપકડ કરી હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ