Election/ BJP એ કરી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યોના પ્રભારી અને સહ પ્રભારીઓની જાહેરાત, કૃષિમંત્રી તોમર આસામના પ્રભારી

આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રભારી અને સહ પ્રભારીઓની યાદી જાહેર કરવામાં આવી છે.આસામ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને

Top Stories India
1

આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રભારી અને સહ પ્રભારીઓની યાદી જાહેર કરવામાં આવી છે.આસામ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને પ્રભારી બનાવ્યા છે, જ્યારે વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્ય પ્રધાન જિતેન્દ્રસિંહને સહ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.

Supreme Court / ટ્રેક્ટર પરેડ હિંસાના મામલે અરજીઓ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી

પક્ષ દ્વારા જારી કરવામાં આવેલી એક રજૂઆત મુજબ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ અસમ ઉપરાંત તમિળનાડુ અને કેરળ અને કેન્દ્ર શાસિત પુડુચેરીના ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીને તામિલનાડુનો પ્રભારી બનાવવામાં આવ્યો છે. ગાઝિયાબાદના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંઘને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે.

Bollywood / પ્રભાસ અને સૈફઅલી ખાનની ફિલ્મ આદિપુરુષના સેટ પર આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી કેરળના પ્રભારી રહેશે જ્યારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અશ્વથ નારાયણ અહીં તેમની સાથે સહ પ્રભારી રહેશે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલને પુડુચેરીનો ચાર્જ ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમની સાથે રાજ્યસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ચંદ્રશેખર સહ પ્રભારી રહેશે. પશ્ચિમ બંગાળની સાથે એપ્રિલ-મેમાં આ ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ભાજપ દ્વારા દરેક રાજ્યમાં પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરવાની પરંપરા રહી છે.

Election / કોંગ્રેસની બીજી યાદી જાહેર – અમદાવાદ કોર્પોરેશન માટે ઉમેદવારોના નામ જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…