Let Terrorist Killed/ 2015માં ઉધમપુર હુમલાનો માસ્ટર માઇન્ડ LeTનો આતંકવાદી પાકમાં ઘરની બહાર ઠાર

પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોનો એક પછી એક ખાત્મો થવા લાગ્યો છે તેના લીધે હલચલ મચી ગઈ છે. કરાચીમાં ભારતનો વધુ એક મોટો દુશ્મન માર્યો ગયો છે.

Top Stories World
YouTube Thumbnail 8 2 2015માં ઉધમપુર હુમલાનો માસ્ટર માઇન્ડ LeTનો આતંકવાદી પાકમાં ઘરની બહાર ઠાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોનો એક પછી એક ખાત્મો થવા લાગ્યો છે તેના લીધે હલચલ મચી ગઈ છે. કરાચીમાં ભારતનો વધુ એક મોટો દુશ્મન માર્યો ગયો છે.  લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાન, જેણે 2015માં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં BSFના કાફલા પર હુમલાની યોજના બનાવી હતી, તે માર્યો ગયો છે. તેને અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી.

હંજલા અદનાનને 2જી અને 3જી ડિસેમ્બરની વચ્ચેની રાત્રે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પર કુલ ચાર ગોળીઓ વાગી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રિપોર્ટ અનુસાર, અદનાનને 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લશ્કરના વડા હાફિઝ સઈદની ખૂબ નજીક માનવામાં આવતો હતો.

અદનાનને તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી, ત્યારબાદ પાકિસ્તાની સેના દ્વારા તેને ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં 5 ડિસેમ્બરે તેમનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે ઉધપુરમાં બીએસએફના કાફલા પર લશ્કરના આતંકીઓએ કરેલા હુમલામાં સેનાના બે જવાન શહીદ થયા હતા. જ્યારે BSFના 13 જવાનો ઘાયલ થયા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ