Ahmedabad/ અમદાવાદમાં નવા 21 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, તમારો વિસ્તાર તો નથી ને!

આજ રોજ નવા ૨૧ વિસ્તાઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે સાથે અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની કુલ સંખ્યા ૬5 પર પહોચી છે. 

Top Stories Ahmedabad Trending
ભરૂચ 1 7 અમદાવાદમાં નવા 21 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, તમારો વિસ્તાર તો નથી ને!

રાજ્યમાં કોરોના કેસમાં મસમોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનો ની ત્રીજી લહેર શરુ થઈ છે ત્યારે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. અમદાવાદ ખાતે રાજ્યમાં નોધાતા કેસના અડધાથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી નોધાઇ રહ્યા છે. ત્યારે અમદાવાદ મનપા દ્વારા સંક્રમીતોના ગ્રુપ બનાવી જે તે  વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી રહ્યા છે.  શહેરમાં વધતા કેસની સાથે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ સતત વધારો થી રહ્યો છે. આજ રોજ નવા ૨૧ વિસ્તાઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે સાથે અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની કુલ સંખ્યા ૬5 પર પહોચી છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુર અને ચાંદલોડિયા વિસ્તારનાં કેટલાંક રહેણાંક વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મૂકવામાં આવ્યાં છે તો દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાંથી જોધપુર, સેટેલાઇટ અને સરખેજનાં કેટલાંક રહેણાંક વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં છે.  શહેરમાં મધ્યમાંથી શાહિબાગ વિસ્તારમાંથી અનુરાધા એપાર્ટમેન્ટ અને ગુજરાત સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાંથી રાણીપ, પાલડી અને ચાંદખેડા વિસ્તારનાં કેટલાંક રહેણાંક વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં છે. તો પૂર્વ વિસ્તારમાંથી ભાઇપુરા અને નિકોલ વિસ્તારમાંથી અનુક્રમે મુરલી મનોહર સોસાયટી અને ભક્તિ બંગ્લોઝને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં છે.

micro-containment-zones

micro containment zone 3rd Jan 2 અમદાવાદમાં નવા 21 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, તમારો વિસ્તાર તો નથી ને!

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1259 કેસ નોંધાયા છે. બીજી તરફ 151 જેટલા દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,047 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.09 ટકાએ પહોંચ્યો છે. આજ રોજ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણથી ત્રણ લોકોના મોત પણ થયા છે. આજે 7,46,445 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આજથી 15-18 વર્ષના લોકોનું રસીકરણ પણ શરુ થયું હતું. આજે પહેલા દિવસે 4,94,317 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 631, સુરત કોર્પોરેશનમાં 213, વડોદરા કોર્પોરેશનમાં 68, રાજકોટ કોર્પોરેશનમાં 37, વલસાડમાં 40, ખેડામાં 24, આણંદ 24, નવસારી 16, ભરુચ 16, રાજકોટ 24, કચ્છ 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, સુરત 12, , ભાવનગર કોર્પોરેશન 17, અમદાવાદ 13, ગાંધીનગર 10, ગીર સોમનાથ 5, વડોદરા 7, અમરેલી 3, જૂનાગઢ 1, મહીસાગર 6, દેવભૂમિ દ્વારકા 2, મહેસાણા 12, મોરબી 12, તાપી 3, બનાસકાંઠા 1, જામનગર 9, જામનગર કોર્પોરેશનમાં 8, સાબરકાંઠા 4 અને ભાવનગરમાં એક નવો કેસ નોંધાયો છે.