Political/ ગુજરાત ગૈારવ યાત્રા કામરેજ પહોંચતા AAPના યુવા નેતા ભાવેશ રાદડિયા સહિત 250 કાર્યકર્તાઓએ કેસરિયા ખેસ ધારણ કર્યો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા હતા.

Top Stories Gujarat
5 21 ગુજરાત ગૈારવ યાત્રા કામરેજ પહોંચતા AAPના યુવા નેતા ભાવેશ રાદડિયા સહિત 250 કાર્યકર્તાઓએ કેસરિયા ખેસ ધારણ કર્યો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા હતા. બહુચરાજી માતાના મઢથી ગૌરવ યાત્રાની શરુઆત કરાવવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ સાથે અનેક સ્થળો પરથી પણ યાત્રાનો પારંભ કરાવવામાં આવ્યો હતો. જ્યારે ઉનાઇથી પ્રસ્થાન થયેલ ગૈારવ યાત્રા આજે કામરેજ વિધાનસભા પહોંચી હતી ત્યાં આમ આદમી પાર્ટીના યુવા નેતા ભાવેશ રાદડિયા તેમના 250થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં સામેલ થયા છે.

4 24 ગુજરાત ગૈારવ યાત્રા કામરેજ પહોંચતા AAPના યુવા નેતા ભાવેશ રાદડિયા સહિત 250 કાર્યકર્તાઓએ કેસરિયા ખેસ ધારણ કર્યો

ઉલ્લેખનીય છે કે આ ગૈારવ યાત્રાથી ભાજપ લોક સંપર્ક વધાીરી રહી છે, આજરોજ કામરેજમાં યુવા અગ્રણી ભાવેશ રાદડિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપા પ્રદેશમંત્રી પ્રદિપ સિંહ વાઘેલા અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસના હસ્તે ટોપી અને કેસરિયા ખેસ ધારણ કર્યો હતો. આ આમ આદમી પાર્ટીના યુવા અગ્રણી ભાવેશ રાદડિયા 250થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં સામેલ થતા આમઆદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.