26 January 2024/ 26 જાન્યુઆરી : ગણતંત્ર દિવસની પરેડમાં વિવિધ ઝાંખીનું આર્કષણ, રામલલા અને ગુજરાતની ઝાંખી ખેંચશે ધ્યાન

આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે આ વર્ષે પ્રથમ વખત ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થઈ છે.

Top Stories India
Beginners guide to 5 1 26 જાન્યુઆરી : ગણતંત્ર દિવસની પરેડમાં વિવિધ ઝાંખીનું આર્કષણ, રામલલા અને ગુજરાતની ઝાંખી ખેંચશે ધ્યાન

26 જાન્યુઆરી : દેશમાં આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કર્તવ્ય પથ પર ધ્વજવંદન ઉપરાંત પરેડ કાર્યક્રમ અને સાંસ્કૃતિનું પ્રદર્શન કરતી ઝાંખી પ્રદર્શિત કરવામાં આવે છે. ગણતંત્ર દિવસની પરેડમાં દેશના રાજ્યોની ઝાંખી આર્કષણનું કેન્દ્ર રહે છે. આ વર્ષે ઉત્તરપ્રદેશની ઝાંખી લોકો માટે વિશેષ આર્કષણ રહેશે. તાજેતરમાં ઉત્તરપ્રદેશની અવધનગરીમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી થઈ. રામ મંદિરમાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર ઉત્તરપ્રદેશની ઝાંખીમાં કર્તવ્યના માર્ગની પ્રેરણા આપનાર લોકોના આરાધ્ય ભગવાન શ્રી રામના સ્વરૂપની ઝાંખી જોવા મળશે. આ સિવાય ગુજરાતની ઝાંખી પણ લોકો માટે વધુ આર્કષણ રહેશે. ગુજરાતની ઝાંખીમાં રાજ્યની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર અને ધોરડો ડુંગર દર્શાવવામાં આવશે.

Capture 22 26 જાન્યુઆરી : ગણતંત્ર દિવસની પરેડમાં વિવિધ ઝાંખીનું આર્કષણ, રામલલા અને ગુજરાતની ઝાંખી ખેંચશે ધ્યાન

અયોધ્યા ઝાંખી

આ વર્ષે અયોધ્યાની ધરોહર પ્રજાસત્તાક દિવસની પરેડની ઝાંખીમાં જોવા મળશે. રામલલાને દર્શાવતી મૂર્તિઓ ઝાંખીના આકર્ષણનું કેન્દ્ર બનશે. ઝાંખીમાં આગળનો લૂક મંદિર જેવો છે અને તેના ઉપર હાથમાં ધનુષ અને બાણ સાથે ભગવાનનું બાળ સ્વરૂપ જોવા મળશે. રામલલાની ઝાંખીમાં બે સાધુઓને કળશ સાથે બતાવવામાં આવશે. તેમજ નીચે ઉત્તરપ્રદેશ લખેલું છે જેની ડિઝાઈન ધનુષ અને બાણ આકાર જેવી છે. પ્રજાસત્તાક દિવસની પરેડ માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ છે. અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.

ગુજરાત ઝાંખી

કર્તવ્ય પથ પર આ વર્ષે ગુજરાતની ઝાંખી પણ લોકોના આર્કષણનું કેન્દ્ર રહેશે. ગુજરાત એક સાંસ્કૃતિક અને ઔદ્યોગિક રીતે વિકાસ કરી રહ્યું છે. ગુજરાતની પ્રજાને વેપારી પ્રજા માનવામાં આવે છે. પરંતુ આ વર્ષની ઝાંખીમાં પ્રાચીન સંસ્કૃતિને પ્રદર્શિત કરતા શાસ્ત્રીય ગાન કરતા ટેબલો દર્શાવ્યા છે. ઉપરાંત ઝાંખીમાં ધોરડો ડુંગર અને કચ્છમાં દર વર્ષે યોજાતા રણ ઉત્સવનું આયોજન થાય છે તેની ઝલક દર્શાવવામાં આવી છે.

Capture 1 12 26 જાન્યુઆરી : ગણતંત્ર દિવસની પરેડમાં વિવિધ ઝાંખીનું આર્કષણ, રામલલા અને ગુજરાતની ઝાંખી ખેંચશે ધ્યાન

મહિલા શક્તિ 

પ્રજાસત્તાક દિવસ માટે આર્મી, નેવી અને એરફોર્સની ટુકડીઓ  કર્તવ્ય પથ પર કૂચ કરી રહી છે. 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ વિકસિત ભારત, મહિલા શક્તિ અને આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પરેડમાં પ્રથમ વખત ત્રણેય સેવાઓની મહિલા ટુકડીઓ પણ પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારાઓને યુપીની ખાસ ઝાંખી લોકોના આર્કષણનું કેન્દ્ર બની રહી. આ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન છે.  પ્રજાસત્તાક દિવસે આ વર્ષે પ્રથમ વખત ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિર : ભક્તોની આસ્થાને લઈને મંદિરમાં દર્શનના સમયમાં કરાયો વધારો, શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર