Earthquake/ મોરબીમાં અનુભવાયા 3.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં છવાયો ભયનો માહોલ

ધરતીમાં ધ્રુજારીનો અનુભવ થતા લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. મોરબીમાં મોડી રાત્રે આવેલ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોરબીથી 98 કિમી દૂર આમરણ નજીક….

Gujarat Others
મોરબીમાં

મોરબીમાં ગત રાત્રીના 3.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો છે. અનેક વિસ્તારોમાં આ ભૂકંપ અનુભવાયો હતો. મોરબીથી 35 કિમિ વેસ્ટ સાઉથ વેસ્ટ તરફ આ ભુકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રાત્રે 11:34 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.2ની નોંધાઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે.

આ પણ વાંચો :અંધ મહિલાએ અવાજથી બળાત્કારના આરોપીને ઓળખી કાઢ્યો અને પછી….

જણાવીએ કે, ધરતીમાં ધ્રુજારીનો અનુભવ થતા લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. મોરબીમાં મોડી રાત્રે આવેલ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોરબીથી 98 કિમી દૂર આમરણ નજીક બાલંભા પાસે નોંધાયું હતું.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

આ પણ વાંચો : શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?

ઉલ્લેખનીય છે કે, બુધવારે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર આજે એટલે કે, બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે  પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી.

ભૂકંપ કેમ આવે છે?

પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલી છે અને જમીન નીચે અનેક પ્રકારની પ્લેટો છે. આ પ્લેટો એકસાથે અટવાઇ જાય છે, પરંતુ કેટલીકવાર આ પ્લેટો સરકી જાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. ક્યારેક તે વધુ કંપન કરે છે અને તેની તીવ્રતા વધે છે. ભારતમાં, પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે અને કેટલાક સ્થળોએ તે વધારે છે અને કેટલાક સ્થળો ઓછા છે.

આ શક્યતાઓના આધારે, ભારતને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જે જણાવે છે કે ભારતમાં ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ ક્યાં છે. આ ઝોન -5 માં મોટા ભાગે ભૂકંપ આવવાની શક્યતા છે અને તેના કરતા 4, 3 ઓછા છે.

આ પણ વાંચો :કપડવંજમાં ગમખ્વાર અકસ્માત, માતા અને બે બાળકીના મોત,4 માસની માસૂમ બાળકીનો આબાદ બચાવ

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 કેસ નોંધાયા

આ પણ વાંચો :સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાયો ખેડૂતલક્ષી યોજનાઓનો સહાય વિતરણ કાર્યક્રમ