Not Set/ 3 BCCI અને MCAના 15 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં, ત્રણ દિવસ ઓફિસ બંધ કરાઇ

બીસીસીઆઈના જે ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે તેમાંથી એક ક્રિકેટ ઓપરેશન વિભાગનો છે, જ્યારે અન્ય બે ફાઈનાન્સિયલ ડિપાર્ટમેન્ટના હોવાનું કહેવાય છે.

Top Stories Sports
Untitled 26 6 3 BCCI અને MCAના 15 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં, ત્રણ દિવસ ઓફિસ બંધ કરાઇ

હાલ ભારતમાં કોરોનાના કેસ  સતત વધતાં જોવા મળી રહયા છે ત્યારે  મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક દિવસમાં 20 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. તેની અસર મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના મુખ્યાલયમાં પણ જોવા મળી છે.  મુંબઈમાં BCCI હેડક્વાર્ટરમાં ત્રણ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.બિલ્ડિંગમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશન ઓફિસમાં 15 સ્ટાફ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે.મુંબઈમાં અચાનક કોરોના સંક્રમણના કેસો વધી ગયા છે અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના ઘણા કર્મચારીઓ પણ તેનો શિકાર બન્યા છે, જેના કારણે યુનિયને થોડા દિવસો માટે ઓફિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ  પણ વાંચો:ગુજરાત / વર્તમાન SOPની મુદ્દત આજે થાય છે પૂર્ણ, નવી SOPમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધે તેવી શક્યતા

એમસીએની ઓફિસ દક્ષિણ મુંબઈના ક્રિકેટ સેન્ટરની બિલ્ડીંગમાં છે અને બીસીસીઆઈનું હેડક્વાર્ટર પણ આ બિલ્ડીંગમાં જ છે. આબીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, હા, કેટલાક પોઝિટિવ કેસ નોંધાયા છે કારણ કે મુંબઈમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. 90 ટકા સ્ટાફ ઘરેથી કામ કરી રહ્યો છે જ્યારે બોર્ડની ઓફિસમાં ખૂબ ઓછો સ્ટાફ કામ કરી રહ્યો છે. ઓફિસ અત્યારે ખુલ્લી હોવા છતાં અમે તેને બંધ કરી નથી.
આ પણ  વાંચો:ગાંધીનગર /  અડાલજ નર્મદા કેનાલ પાસે સનસેટ જોવા ગયેલા ચાર યુવકો ડૂબ્યા, એકનું મોતકોરોનાને કારણે, BCCIએ રણજી ટ્રોફી સહિત ત્રણ મોટી ટૂર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ગયા વર્ષે કોરોનાની બીજી લહેરને કારણે રદ્દ થયેલી રણજી ટ્રોફી આ વર્ષે પાછી આવવાની હતી અને ટૂર્નામેન્ટ 13 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ છેલ્લા 2 અઠવાડિયામાં ઓમિક્રોન વેરિઅન્ટ સાથે કોરોનાના કેસોમાં અચાનક ઉછાળાને કારણે , બોર્ડે તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવો પડ્યો હતો.