#after_marriage./ પત્નીને સેકન્ડ હેન્ડ કહેનારા પતિને 3 કરોડ ચુકવવા પડશે

મુંબઈમા લગ્ન કરીને અમેરિકા ગયા હતા, મહિને દોઢ લાખનું ભરણપોષણ

Top Stories India
Beginners guide to 88 5 પત્નીને સેકન્ડ હેન્ડ કહેનારા પતિને 3 કરોડ ચુકવવા પડશે

 

Mumbai News : હનીમૂન પર ગયેલા પતિએ પત્નીને સેકન્ડ હેન્ડ કહેતા આ શબ્દો તેને ભારે પડ્યા છે. પતિએ હવે પત્નીને 3 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપવું પડશે. ઉપરાંત દર મહિને દોઢ લાખનું ભત્થુ પણ આપવું પડશે. 1994 માં મુંબઈમા લગ્ન કરનારુ આ દંપતી બાદમાં અમેરિકા ગયું હતું.

આ કેસ મુંબઈની નીચલી કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે આરોપી પતિને  વળતર અને ભરણપોષમ ચુકવવા નિર્દેશ કર્યો હતો. જેને પગલે પતિએ મુંબઈ હાઈકોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી હતી. જોકે કોર્ટે તે ફગાવી દીધી હતી. જેને કારણે પતિએ કોર્ટના નિર્દેશનું પાલન કરવું પડશે.

બન્નેના લગ્ન 1994માં થયા બાદ હનીમૂન પર નેપાળ ગયા હતા. જ્યાં પતિએ પત્નીને સેકન્ડ હેન્ડ કહી હતી. અગાઉ પિડીતાની સગાઈ તુટી ગઈ હતી. બાદમાં બન્ને અમેરિકા ગયા હતા. જ્યાં તેમમે લગ્ન સમારોડનું આયોજન કર્યું હતું છોડા દિવસ બાદ પતિએ પત્નીને મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું અને તેના ચારિત્ર્ય પર શંકા સાથે ખોટા આરોપો લગાવવાનું સરૂ કર્યું હતું.

2005માં તેઓ મુંબઈ પરત આવ્યા હતા. જ્યાં તેઓ સંયુક્ત માલિકીના મકાનમાં રહેતા હતા. 2008માં પત્ની તેની માતા સાથે રહેવા માટે મામાના ઘરે ગઈ હતી. દરમિયાન પતિ 2014 માં ફરીથી અમેરિકા ગયો હતો.

નિરાશ પત્નીએ 2017 માં મેટ્રોપોલિટન કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પત્નીએ કરેલા આરોપોને તેના ભાઈ, માતા અને કાકાએ સમર્થન આપ્યું હતું. જેને પગલે કોર્ટે સ્વીકાર્યું કે પત્ની ઘરેલુ હિંસાનો શકાર બનેલી છે. જાન્યુઆરી 2023 માં કોર્ટે આરોપીને વળતર પેટે 3 કરોડ રૂપિયા ચુકવવા કહ્યું હતું. તે સિવાય દાદરમાં ઘર શોધવા, વૈકલ્પિક ઘર માટે રૂ. 75,000 અને દર મહિને રૂ. 1.5 લાખનું જાળવણી ભથ્થુ આપવાનો આદેશ આપ્યો હતો.

ટ્રાયલ કોર્ટના આ આદેશને પતિએ હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરી પરંતુ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. હાઈકોર્ટના જસ્ટીસ શર્મિલા દેશમુખે પોતાના આદેશમાં કહ્યું હતું કે આ રકમ મહિલાને માત્ર સારીરિક ઈજાઓ માટે જ નહી પરંતુ માનસિક ત્રાસ તથા ભાવનાત્મક તકલીફ માટે પણ વળતર તરીકે આપવામાં આવે છે.

પિડીત પત્નીના કેસમાં નેપાળમાં હનીમૂન દરમિયાન પતિએ તેને સેકન્ડ હેન્ડ કહી હતી. કારણકે પત્નીની સગાઈ અગાઉ તૂટી ગઈ હતી. ત્યારબાદ પત્નીએ અમેરિકામાં આરોપ લગાવ્યો હતો કે તેનું શારીરિક અને ભાવનાત્મક શોષણ કરાયું હતું. પતિએ તેના ચારિત્ર્ય પર શંકા સાથે તેના પોતાના ભાઈઓ પર પણ અન્ય પુરૂષો સાથે ગેરકાયદે સંબંધો હોવાનો આરોપ મુક્યો હતો. 199માં તેના પતિએ કથિતપણે એટલો માર માર્યો હતો કે પડોશીઓએ અવાજ સાંભલીને પોલીસને બોલાવી હતી. ઘરેલુ હિંસા બદલ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જોકે પત્નીનું કહેવું છે કે તેણે ફરિયાદ કરી ન હતી. પોલીસે જોકે તેના ચહેરા પરના નિશાન જોઈને સુઓ મોટો કરીને તેના ભાઈની અરજી બાદ તેને જામીન આપ્યા હતા. ઉપરાંત પતિનું કાઉન્સેલિંગ કરાયું હતું.

2008માં પતિએ તેને ગુંગળાવી નાંખવાનો પ્રયાસ કર્યો હોવાની કોશિષ કરી હતી. બાદમાં તે તેની માતાને ઘરે જતી રહી હતી. પત્નીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના લગ્ન દરમિયાન પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. પતિએ દલીલોનો વિરોધ કર્યો હતો પણ તેણે પોતાની ઉલટતપાસ કરી ન હોવાથી મેજીસ્ટ્રેટ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ શેરબજારમાં આજે બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે થઈ શરૂઆત