Not Set/ ભરૂચ/ લુવારા નજીક બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 3ના મોત

લુવારા નજીક અકસ્માત અકસ્માતમાં 3 લોકોના મોત બસ અને ટ્રેક વચ્ચે સર્જાયો અકસ્માત ગતરોજ ના ગોઝારા રવિવાર બાદ આજે ફરી સોમવારની સવાર પણ રક્ત રંજીત બની છે. રોડ સેફટી અને નવા મોટર વ્હીકલ એકટ પણ અકસ્માતની વણથંભી વણઝારને રોકવામાં નિષ્ફળ નીવડ્યા છે.  આજ રોજ વહેલી સવારે ભરૂચના લુવારા નજીકનો રોડ રક્ત રંજીત બન્યો છે. પ્રાપ્ત […]

Gujarat Others
JAMNAGAR 2 ભરૂચ/ લુવારા નજીક બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 3ના મોત

લુવારા નજીક અકસ્માત

અકસ્માતમાં 3 લોકોના મોત

બસ અને ટ્રેક વચ્ચે સર્જાયો અકસ્માત

ગતરોજ ના ગોઝારા રવિવાર બાદ આજે ફરી સોમવારની સવાર પણ રક્ત રંજીત બની છે. રોડ સેફટી અને નવા મોટર વ્હીકલ એકટ પણ અકસ્માતની વણથંભી વણઝારને રોકવામાં નિષ્ફળ નીવડ્યા છે.  આજ રોજ વહેલી સવારે ભરૂચના લુવારા નજીકનો રોડ રક્ત રંજીત બન્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ભરૂચ નજીક હાઇવે પર લુવારા પાટિયા પાસે ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 7 લોકો ઘાયલ થયા છે.

મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં સુરતથી વડોદરા તરફ જતી ખાનગી બસના ડ્રાઈવરે ઓવરટેક કરવા જતાં બસ આગળ દોડતા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. બે વાહનો વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત હતી કે ટેન્કર પલ્ટી ગયું હતું અને બસનો આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો.

ખાનગી ટ્રાવેલ્સની બસ સુરતથી અમદાવાદ આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જ્યારે ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન