AHMEDABAD NEWS/ અમદાવાદના રથયાત્રાના રૂટમાં 362 મકાનો ભયજનક

અમદાવાદના રથયાત્રાના રૂટમાં 362 મકાનો ભયજનક છે. અમદાવાદ મનપાએ ભયજનક મકાનોનો સરવે કરીને નોટિસ ફટકારી છે. તેમા પણ અમદાવાદ મનપાએ અતિ ભયજનક ચાર મકાનો તોડી પાડયા છે.

Gujarat Ahmedabad Mantavya Vishesh
Beginners guide to 2024 06 15T164536.354 અમદાવાદના રથયાત્રાના રૂટમાં 362 મકાનો ભયજનક

Ahmedabad News: અમદાવાદના રથયાત્રાના રૂટમાં 362 મકાનો ભયજનક છે. અમદાવાદ મનપાએ ભયજનક મકાનોનો સરવે કરીને નોટિસ ફટકારી છે. તેમા પણ અમદાવાદ મનપાએ અતિ ભયજનક ચાર મકાનો તોડી પાડયા છે. મકાન માલિકને નોટિસ આપ્યાની ફોટોગ્રાફી કરવામાં આવી છે. ગત રથયાત્રામાં જર્જરિત મકાનની ગેલરી તૂટવાનો બનાવ બન્યો હતો.

આગામી તારીખ 20 જૂનના રોજ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ને ધ્યાનમાં લઈને રથયાત્રાના રૂટ પર ભક્તો, દર્શનાર્થીઓ અને શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ સમગ્ર રૂટ પરથી રથયાત્રા હેમખેમ પસાર થાય તે હેતુસર AMC ખાતે એકતા સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. લગભગ 14 કિ.મી. લાંબા રથયાત્રાના રૂટ પર પાણીની પરબો મૂકવા, 108 અને એમ્બ્યુલન્સ રાખવા, ભયજનક મકાનો ઉતારી લેવા અને પ્રોટેક્શન કરવા, નડતરરૂપ ઝાડના ટ્રીમિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જણાવ્યું હતું કે, રથયાત્રાના રૂટ ઉપર 187 જેટલા મકાનો પર ફક્ત નોટિસ લગાવવાને બદલે સૌપ્રથમવાર ભયજનક મકાન અંગેની એલ્યુમિનિયમની પ્લેટ લગાવીને ભયજનક મકાન હોવાથી તેને ખાલી કરી દેવા અને ત્યાં કોઈ પણ વ્યક્તિએ ઉભું રહેવું નહીં તેવી સૂચના લગાવાઈ છે. રથયાત્રા રૂટ પર પાણીની પરબો, હેલોજન લાઈટો, ફાયરબ્રિગેડ સહિત વિવિધ સુવિધાઓ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી જરુરી તમામ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર તેમજ શહેરમાં કરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા