NEET Paper Leak Case/ CBIએ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની કરી અટકાયત

NEET કૌભાંડમાં સંડોવાયેલા પાંચમાંથી ચાર આરોપીઓને ગઈકાલે ગોધરા કોર્ટમાંથી કસ્ટડીમાં લીધા બાદ CBIએ બીજા દિવસે પણ તેમની પૂછપરછ શરૂ કરી છે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 06 30T112951.696 CBIએ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની કરી અટકાયત

Panchmahal News: NEET કૌભાંડમાં સંડોવાયેલા પાંચમાંથી ચાર આરોપીઓને ગઈકાલે ગોધરા કોર્ટમાંથી કસ્ટડીમાં લીધા બાદ CBIએ બીજા દિવસે પણ તેમની પૂછપરછ શરૂ કરી છે. ગોધરા કોર્ટે પાંચ પૈકી ચાર આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર લીધા છે.

ગોધરા બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી આરોપીઓની પૂછપરછ કર્યા બાદ આજે સવારે 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તમામ આરોપીઓને ગોધરા સર્કિટ હાઉસ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સીબીઆઈ તુષાર ભટ્ટ, આરીફ વોરા, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદની પૂછપરછ કરી રહી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થવાની આશા છે. ત્યારે NEET પ્રકરણ અંગે CBI શું આગળ લાવશે તે અંગે સૌને ઉત્સુકતા છે.

ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે CBIએ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત કરી છે. ગત મોડી રાત્રે સીબીઆઇ દ્વારા દીક્ષિત પટેલની અટકાયત કરવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા દીક્ષિત પટેલની અટકાયત કરયા બાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લવાયા છે. ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે ઝડપાયેલા આરોપીઓ સાથે દીક્ષિત પટેલ સંપર્ક ધરાવતા હોય શંકાના આધારે સીબીઆઇ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

NEET પરીક્ષા કૌભાંડ મામલે CBIએ ચાર આરોપીઓના રિમાન્ડ માગ્યા હતા. ગઈકાલે આ મામલે વધુ સુનાવણી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશભરમાં ચકચાર જગાવનાર નીટ કૌભાંડ મામલે ગોધરા ખાતે પાછલા ચાર દિવસથી CBIની ટીમે ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાંચમાં દિવસે આ મામલે પકડાયેલા 4 આરોપીઓના રિમાન્ડ માટે ગોધરા કોર્ટમા અરજી કરવામાં આવી હતી. આ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં લેવાયેલી NEETની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સમગ્ર મામલો હવે CBIના હાથમાં આવ્યો છે. સીબીઆઈના અધિકારીઓ છેલ્લા પાંચ દિવસથી ગોધરામાં તૈનાત છે.

 સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં, પરીક્ષા કેન્દ્ર એવા જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ કેતકી પટેલને પણ CBI દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. આ સાથે ગોધરાના બમરોલી રોડ સ્થિત કેતકી પટેલના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વરસાદે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કરી જમાવટ, મોટાભાગના રસ્તા બ્લોક

આ પણ વાંચો:રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ

આ પણ વાંચો:અમદાવાદમાં પ્રિવેડિંગ એક્ઝિબિશનમાંના નામે ઠગાઇ

આ પણ વાંચો:રાજ્યના બે ઉચ્ચ અધિકારીઓને મહત્વના હોદ્દા આપવાનું થયુ નક્કી