Not Set/ 4 દિવસ કામ, 3 દિવસ રજા : નવા શ્રમ કાયદાનો પ્રસ્તાવ, જાણો સંપૂર્ણ વિગતો

ભારતમાં અગાઉ ક્યારેય નથી થયું તેવો બદલાવ શ્રમ રોજગાર કાયદામાં આવી શકે છે. નવા શ્રમ કાયદા અંતર્ગત કામના કલાકોમાં ફેરફાર થઇ શકે છે. જેમાં એક સપ્તાહમાં 48 કલાક કામ

India
labour law 4 દિવસ કામ, 3 દિવસ રજા : નવા શ્રમ કાયદાનો પ્રસ્તાવ, જાણો સંપૂર્ણ વિગતો

ભારતમાં અગાઉ ક્યારેય નથી થયું તેવો બદલાવ શ્રમ રોજગાર કાયદામાં આવી શકે છે. નવા શ્રમ કાયદા અંતર્ગત કામના કલાકોમાં ફેરફાર થઇ શકે છે. જેમાં એક સપ્તાહમાં 48 કલાક કામ કરાવવામાં આવે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. શું છે પ્રસ્તાવિત નવા શ્રમ કાયદામાં આવો કરીએ એક નજર…

4 દિવસ તનતોડ મહેનત
3 દિવસ આરામની રજા
4 દિવસમાં 48 કલાક કામગીરી

નવા શ્રમ કાયદા અંતર્ગત કર્મચારીઓ માટેના કામના કલાકોને ખૂબ જ લચીલા બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત કર્મચારી પાસેથી એક સપ્તાહ દરમિયાન મહત્તમ 48 કલાક કામ કરાવવામાં આવે તેવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. નિયમોને લચીલા બનાવવા માટે એવું થઈ શકે છે કે, જોકે તેમાં કેટલાક ફેરબદલનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

દૈનિકો કલાકોમાં વધી શકે છે સીધા 4 કલાક
હવે 12 કલાક રોજનું કામ કરવું પડી શકે છે
ડેઈલી વર્કિંગ અવરમાં ફેરબદલની છૂટ

કંપનીઓને એવી છૂટ અપાઈ શકે છે કે તે આ પ્રમાણે કર્મચારીઓની મંજૂરીથી પોતાના દૈનિક કામના કલાકોમાં ફેરબદલ કરી શકે. મતલબ કે જો કોઈ કર્મચારી ઈચ્છે તો એક જ દિવસમાં 10થી 12 કલાક કામ કરે અને સપ્તાહના 6 દિવસ કામ કરવાને બદલે 4થી 5 દિવસમાં જ પોતાનો ટાર્ગેટ પૂરો કરી લે. તેમાં વચ્ચે ઈન્ટરવલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જો કોઈ કર્મચારી સપ્તાહમાં 4 દિવસમાં જ 48 કલાક કામ કરી લે, એટલે કે દરરોજ 12 કલાક કામ કરે તો તેને બાકીના 3 દિવસ રજા આપી શકાય.

હાલ 8 કલાક કામ અને 6 દિવસ કાર્ય સપ્તાહ
4 લેબર કોડના નિયમોને અંતિમ સ્વરૂપ અપાશે

વર્તમાન જોગવાઈ પ્રમાણે 8 કલાકના વર્કિંગ અવરમાં કાર્ય સપ્તાહ 6 દિવસનું હોય છે અને એક દિવસનો અવકાશ મળે છે. પ્રસ્તાવ પ્રમાણે કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા અડધા કલાકના ઈન્ટરવલ વગર સતત 5 કલાકથી વધારે કામ નહીં કરે. કર્મચારીને સપ્તાહના બાકીના દિવસે પેડ લીવ એટલે કે સાપ્તાહિક અવકાશ આપવામાં આવશે. ચંદ્રાએ જણાવ્યું કે, શ્રમ અને રોજગાર મંત્રાલય ટૂંક સમયમાં જ 4 લેબર કોડના નિયમોને અંતિમ સ્વરૂપ આપશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…