ગમખ્વાર અકસ્માત/ રાજસ્થાનના બાડમેર નજીક ડીસાના સુથાર પરિવારને નડ્યો અકસ્માત, 4 લોકોના મોત

અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનો બળીને ખાખ થઇ ગયા હતા, જ્યારે ઇકો ગાડીને ટક્કર લાગતા તે સાઈડમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત….

Gujarat Others
4 લોકોના મોત

ગુજરાતમાં અકસ્માતની સિલસિલો યથવાત જોવા મળી રહ્યો છે. હવે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં બાડમેર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા ડીસાના સુથાર પરિવારના 4 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. સોમવારે જાસોલ ધામથી દર્શન કરી વતન પરત ફરી રહેલા ડીસાના પરિવારને રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સિણદરી પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત થયો હતો.

આ પણ વાંચો :ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદના લીધે ચારધામની યાત્રા હાલ બંધ,અનેક ગુજરાતીઓ ફસાયા

મળતી માહિતી અનુસાર, રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામનો એક પરિવાર રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. આ પરિવાર ત્યાંથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિણધરી નજીક હાઈવે પર બોલેરો કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બોલેરો કારનો ભુક્કો બોલાઈ ગયો હતો.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનો બળીને ખાખ થઇ ગયા હતા, જ્યારે ઇકો ગાડીને ટક્કર લાગતા તે સાઈડમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે 5થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ડીસાની ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટનામાં સુથાર પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત નીપજતા લક્ષ્મીપુરા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. સિણધરી પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, બનાસકાંઠાના ડીસાના લક્ષ્મીપુરા ગામનો સુથાર પરિવાર રાજસ્થાનના જસોલ ખાતે માજીસા મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો.

મૃતકોના નામ(પોલીસના જણાવ્યા અનુસાર)

  • ગોમતી સુથાર
  • ચેનાભાઈ સુથાર
  • ભાવનાબેન
  • કાનાભાઈ

આ પણ વાંચો :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ

આ પણ વાંચો :  બ્રિજ નિર્માણની કામગીરી 24 કલાક ચાલુ રાખવા મેયર અને મ્યુનિ.કમિશનરનો આદેશ