ચેકનું ચલણ ઘટ્યું/ બેંકમાં ચેકબુકની માગમાં 40 ટકા ઘટાડો

કોરોનાકાળ અને ડિજીટલ ઇન્ડિયા પહેલા બેંકમાંથી એક વેપારી વર્ષે સરેરાશ 8 થી 10 વખત ચેકબુક માંગતા જ્યારે હવે 4 થી 5 વખત જ ચેકબુકની માંગણી કરવામાં આવી રહી છે.

Top Stories Business
ચેકબુક

કોરોનાકાળ એટલે કે છેલ્લા બે વર્ષથી આપણી જિંદગી જીવવાની રીત જ બદલાઈ ગઈ છે. આપણે મોબાઈલ ઉપર વધુ પડતા આધારિત બની ગયા છીએ. ખાસ કરીને પૈસાની લેવડદેવડ કરવામાં તો આપણે સૌથી વધુ સહારો ઓનલાઈન પેમેન્ટનો લેવા માંડ્યા છીએ. આ બાબતથી આપણો સમય બચ્યો છે અને બેંકોની કામગીરીમાં ઘણી વધુ રાહત થઇ છે. બેંકમાં હવે ચેક ખૂબ ઓછા ઉપયોગમાં રહ્યા છે. કોરોનાકાળ અને ડિજીટલ ઇન્ડિયા પહેલા બેંકમાંથી એક વેપારી વર્ષે સરેરાશ 8 થી 10 વખત ચેકબુક માંગતા જ્યારે હવે 4 થી 5 વખત જ ચેકબુકની માંગણી કરવામાં આવી રહી છે. ઓનલાઇન ટ્રાન્‍ઝેક્‍શનને લીધે બેંક પાસેથી લેવામાં આવતી ચેકબુકની સંખ્‍યામાં સીધો 40 ટકા સુધીનો ઘટાડો નોંધાતા કાગળની બચત થવાની સાથે માનવ કલાકોની પણ કામગીરી ઘટી છે.

ગામડાઓનું ભારત હવે ડિજિટલ ઇન્‍ડિયા બની રહ્યું છે. મોટાભાગના વ્‍યવહારો સામાન્‍ય લોકોથી માંડીને વેપારીઓ પણ ઓનલાઇન વહીવટ જ કરતા થઇ ગયા છે. તેમાં પણ કોરોનાએ તો પરિસ્‍થિતિ જ બદલી નાંખી છે. આ જ કારણોસર એપ્રિલ માસમાં 5.58 અબજ વ્‍યવહારો યુપીઆઇના માધ્‍યમથી કરવામાં આવ્‍યા હોવાનું કેન્‍દ્ર સરકારે જ જાહેર કર્યું છે. તેના કારણે લોકોની બેંકમાં પણ અવરજવર ઘટી છે. કારણ કે પહેલા નાણાં ઉપાડવા કે ખાતામાં જમા કરાવવા માટે પણ બેંકમાં જવું પડતું હતું. તેના બદલે હવે એટીએમ સેન્‍ટરમાંથી નાણાં ઉપાડી અને ભરી શકાય તેવી વ્‍યવસ્‍થા કરી દેવામાં આવી છે. તેવી જ રીતે વેપારીઓ પણ ઓનલાઈન ટ્રાન્‍ઝેકશન કરતા હોવાના લીધે ચેકબુક લેનારાઓ પણ 40 ટકા સુધી ઘટ્‍યા હોવાનું બેંકિંગના જાણકારો કહી રહ્યા છે. લોકો ઓનલાઈન વહીવટ કરતા થયા છે તેનાથી કારણે ડિજિટલ ઇન્‍ડિયાને વેગ મળ્‍યો છે. તેમજ બેંકમાં આવનારાઓની સંખ્‍યા ઘટતા માનવ ક્‍લાકોનો વેડફાટ ઘટયો છે. સાથે સાથે સ્‍ટેશનરી, વીજળીની પણ બચત થઇ રહી છે. પહેલા લોકો ચેક્‍બુક લેવા માટે બેંકને નાણાં પણ વધુ ચૂકવવા પડતા હતા. તેમાંથી પણ હવે છુટકારો થયો છે. તેનો ફાયદો બેંકની સાથે સાથે ગ્રાહકને પણ થઇ રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં ઓનલાઇન ટ્રાન્‍ઝેક્‍શનનું ચલણ હજુ વધવાનું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં જધન્ય ગુનાઓ કરનારને કોઇ સ્થાન નથી : ગૃહમંત્રીનું ગર્વશીલ અને આક્રોશાત્મક નિવેદન