વરસાદ/ પાકિસ્તાનમાં ભારે વરસાદના લીધે છેલ્લા 24 કલાકમાં 45 લોકોના મોત,અનેક વિસ્તારો પ્રભાવિત

પાકિસ્તાન હાલમાં ભારે વરસાદ અને પૂરના વિનાશનો સામનો કરી રહ્યું છે. દેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સિંધુ નદી અને કાબુલ નદીમાં પુરની સ્થિતિ નિર્માણ પામી છે

World
7 41 પાકિસ્તાનમાં ભારે વરસાદના લીધે છેલ્લા 24 કલાકમાં 45 લોકોના મોત,અનેક વિસ્તારો પ્રભાવિત

પાકિસ્તાન હાલમાં ભારે વરસાદ અને પૂરના વિનાશનો સામનો કરી રહ્યું છે. દેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સિંધુ નદી અને કાબુલ નદીમાં પુરની સ્થિતિ નિર્માણ પામી છે. બંને નદીઓમાં પાણીનું સ્તર ખૂબ ઊંચું છે. પાકિસ્તાનના પૂરથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે. વરસાદ અને પૂરના કારણે ભૂસ્ખલન અને અન્ય ઘટનાઓમાં અહીં વધુ લોકોના મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પૂર અને તેના કારણે સર્જાયેલી ઘટનાઓને કારણે દેશમાં 45 લોકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કેે ,વરસાદ અને પૂરના કારણે પાકિસ્તાનમાં આ પ્રકારની સ્થિતિ પહેલા ક્યારેય નથી સર્જાઈ. દેશનો 70 ટકા વિસ્તાર પૂરની ઝપેટમાં છે. આ ભયાનક પૂરના કારણે પાકિસ્તાનમાં 3 કરોડ લોકો બેઘર થઈ ગયા છે.આ વરસાદમાંમ 1 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે.

પાકિસ્તાનમાં ભારે વરસાદની સ્થિતિ

1- પાકિસ્તાનમાં પૂર અને વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે કે સરકારે રાષ્ટ્રીય ઈમરજન્સી જાહેર કરી છે.

2- પાકિસ્તાન મીડિયા અનુસાર, દેશનો 70 ટકા વિસ્તાર પૂરની ઝપેટમાં છે અને સિંધ પ્રાંત સૌથી વધુ પીડિત છે. કહેવામાં આવી રહ્યું છે કે સિંધ પ્રાંતના 24 જિલ્લામાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

3- પૂર અને વરસાદથી ચાલુ ખાતાની ખાધ વધીને $4.4 બિલિયન થઈ શકે છે, જે GDPનો એક ટકા હશે.

4- દેશની સ્થિતિને જોતા પાકિસ્તાને 2.6 અબજ ડોલરના કપાસ અને 90 મિલિયન ડોલરના ઘઉંની આયાત કરવી પડી શકે છે.

5- પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, દેશને કાપડની નિકાસમાં પણ એક અબજ ડોલરનું નુકસાન વેઠવું પડી શકે છે.

6- એવું માનવામાં આવે છે કે દેશને કુલ નુકસાન લગભગ $4.5 બિલિયન સુધી પહોંચી શકે છે.

7- પાકિસ્તાનમાં વરસાદ અને પૂરના કારણે કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. તેઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

8- વરસાદ અને પૂરમાં પાક ઉપરાંત લગભગ પાંચ લાખ પશુઓના પણ મોત થયા છે.

9- સિંધ પ્રાંતના 23 જિલ્લામાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

10- પાકિસ્તાનમાં 1 હજાર લોકોના મોત થયા છે જેમાં 343 બાળકોનો સમાવેશ થાય છે