Ahmedabad/ સિવિલ હોસ્પિટલમાં ભયજનક : અત્યાર સુધીમાં આટલા વોરિયર્સ કોરોનાથી સંક્રમિત

અમદાવાદમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, આવામાં શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૉરિયર્સ પર સંક્રમણનો શિકાર બની રહ્યાં છે.

Ahmedabad Top Stories Gujarat
a 268 સિવિલ હોસ્પિટલમાં ભયજનક : અત્યાર સુધીમાં આટલા વોરિયર્સ કોરોનાથી સંક્રમિત

અમદાવાદમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, આવામાં શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૉરિયર્સ પર સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. કોરોના સામેની જંગમાં ફ્રન્ટ લાઈન રહેતા હોસ્પિટલના સ્ટાફને સંક્રમણનું સૌથી વધારે જોખમ રહે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 455 વૉરિયર્સ જીવલેણ વાઈરસથી સંક્રમિત થયા છે. જ્યારે હાલ 72 કોરોના વૉરિયર્સ સારવાર લઈ રહ્યાં છે.

આ પણ વાંચો : કોસંબા દરિયા કિનારે અલ-મદદ નામની બોટ આવતા પોલીસ થઈ દોડતી

સિવિલની કિડની હોસ્પિટલમાં 250 દર્દીઓ,યુએન મહેતામાં 250 દર્દીઓ એડમિટ અને કેન્સર વિભાગમાં 259 દર્દીઓ એડમિટ કરાયા છે. અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની શકે છે. અમદાવાદમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે.

આ પણ વાંચો :શિવાનંદ હોસ્પિટલમાં આગનું કારણ હજુ અસ્પષ્ટ, એફ.એસ.એલનો સંપૂર્ણ રિપોર્ટ બે દિવસ બાદ આવશે

અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની શકે છે. અમદાવાદમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. સિવિલમાં કોરોનાના ગંભીર કેસોમાં વધારો થયો છે. 1200 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન વપરાશ દોઢ ગણો વધ્યો છે. હોસ્પિટલમાં વેન્ટિલેટરની સંખ્યા વધારવાની ફરજ પડી છે. ટોસિલિઝુમેબ અને રેમિડીસીવીર ઇન્જેકશનનો 60 ટકા ઉપયોગ વધ્યો છે જ્યારે 40 હજાર લીટરના ઓક્સિજનનો વધારો કરવો પડી રહ્યો છે. 1200 બેડમાં 200થી વધુ દર્દીઓની હાલત ગંભીર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…