Accident/ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત,5 ઇજાગ્રસ્ત

પાંગી ખુર્દ ગામમાં શનિવારે રાત્રે થયેલા એક ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજયા છે જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ થયા

Top Stories India
12 20 ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત,5 ઇજાગ્રસ્ત

accident in up:   ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયાો છે,જેમાં પાંચ લોકોના મોત થયા છે અને પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, આ અકસ્માતના લીધે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર પીલીભીત બસ્તી રોડ પર સદર કોતવાલી વિસ્તાર હેઠળના રામાપુર ચોકી વિસ્તારના પાંગી ખુર્દ ગામમાં શનિવારે રાત્રે થયેલા એક ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજયા છે જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માત સાંજે 7.40 કલાકે થયો હતો.

જણાવવામાં આવ્યું હતું કે કાર અને સ્કુટી વચ્ચે થયેલા અકસ્માત (accident) બાદ ગામના લોકો ઘાયલોને જોવા માટે રોડ કિનારે આવી પહોંચ્યા હતા. પરંતુ, બહરાઈચથી લખીમપુર તરફ જઈ રહેલ એક ટ્રક રોડ કિનારે ઉભેલા લોકો પર બેરહેમીથી ચઢાવી દેવામાં આવી હતી.ઘટનાસ્થળ પર દર્દભરી કિકીયારીઓ સંભળાતી હતી. માહિતી મળતા પોલીસ પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ. બીજી તરફ સીએમ યોગીએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને ઝડપથી રાહત અને બચાવની સૂચના આપી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરીમાં (accident) થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે જઈને રાહત કાર્ય કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

vande bharat express/વંદે ભારત ટ્રેનમાં મળ્યો કચરો, IAS અધિકારીએ શેર કરી તસવીર અને લખ્યું- ‘અમે ભારતના લોકો

Kerala Governor/કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની ફરિયાદ, લોકો મને હિન્દુ કેમ નથી કહેતા

chotaudepur/પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ફીલ્મી સ્ટાઇલ થી નકલી ઇન્કમટેક્સ ઓફીસરોની રેડ

અવસાન/રાખી સાવંતની માતા જયા સાવંતનું લાંબી માંદગી બાદ નિધન

પ્રહાર/વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર,જાણો શું કહ્યું…