Not Set/ 50 વર્ષે પણ સ્માર્ટ દેખાવા કરો આ ચીજોનું સેવન

માણસ પોતાની ઉંમરને વધતી અટકાવવાનો પ્રયાસ હંમેશા કરતો આવ્યો છે પરંતુ આ સનાતન સત્ય છે કે તમે તમારી વધતી ઉંમરને અટકાવી શકતા નથી. ઉંમર વધતી જાય તેમ જુવાન થવાના માણસનાં ઓરતા પણ વધતા જાય છે. કહેવામાં આવે છે કે, શરીરમાં કોષોનું ઓકિસડેશન અટકાવવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવાય તો વૃધ્ધત્વની સમસ્યાઓને દૂર રાખી શકાય છે. જો […]

Health & Fitness
5a0aaba61e5f7008ea5920fab7888821 1 50 વર્ષે પણ સ્માર્ટ દેખાવા કરો આ ચીજોનું સેવન

માણસ પોતાની ઉંમરને વધતી અટકાવવાનો પ્રયાસ હંમેશા કરતો આવ્યો છે પરંતુ આ સનાતન સત્ય છે કે તમે તમારી વધતી ઉંમરને અટકાવી શકતા નથી. ઉંમર વધતી જાય તેમ જુવાન થવાના માણસનાં ઓરતા પણ વધતા જાય છે. કહેવામાં આવે છે કે, શરીરમાં કોષોનું ઓકિસડેશન અટકાવવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવાય તો વૃધ્ધત્વની સમસ્યાઓને દૂર રાખી શકાય છે. જો તમે પણ ઉંમર કરતા યંગ દેખાવા માંગતા હોવ તો આ ચીજોનું સેવન કરો.

એન્ટિ-એજિંગ ફૂડ

અત્યાર સુધી વિટામિન ઈ, વિટામિન સી ધરાવતી ચીજોમાં એન્ટિ-એજિંગ પ્રોપર્ટી છે એવું માનવામાં આવે છે. આ ઉપરાંત લીલા પત્તાવાળી શાકભાજી તેમજ ફૂડમાં કલર બેલેન્સ એટલે કે રોજ પાંચ જુદા-જુદા કલરની શાકભાજી ખાવાની ટિપ્સ મોખરે ગણાય છે. કઈ ચીજમાં શું પોષકતત્વ છે ને કેટલી માત્રામાં છે એ જાણવાની ઝંઝટ કરવાને બદલે ડાયેટિશ્યન જેકલિને ટોપ 10 એન્ટિ-એજિંગ ચીજોની યાદી તૈયાર કરી છે.

ઓલિવ ઓઇલ

ખોરાકને રાંધતી વખતે થોડાક તેલનો ઉપયોગ અનિવાર્ય હોય છે. એ માટે ઓલિવ ઓઇલ ઉત્તમ છે. એમાં ખૂબ જ ઓછી માત્રામાં કોલેસ્ટરોલ જમા કરે એવી ચરબી હોય છે. ઓછું વાપરવા છતાં પૂરતી ચીકાશ અને સ્વાદ હોવાથી સ્વાભાવિકપણે એ ઓછું ખવાય છે. ડેઇલી ત્રણ ચમચી ઓલિવ ઓઇલથી વધુ માત્રામાં ન લેવું.

તલ

તલમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોવાથી હાડકાં, દાંત અને નખ માટે ઉત્તમ છે. એજિંગ પ્રોસેસ અટકાવવા માટે હાડકાંનું નિયમિત પોષણ થતું રહે એ માટે આખા તલ સારા છે.

ગ્રીન ટી

શરીરમાં ભરાયેલો ટોક્સિક કચરો આંતરિક અવયવોને ડેમેજ કરે તો અંદરના અવયવોને ઘસારો પહોંચે છે. નિયમિત ગ્રીન ટી પીવાથી યુરિન વાટે ઝેરી તત્વોનો તત્કાલ નિકાલ થાય છે ને એટલે લિવર, કિડની, બ્લડનું પ્યુરિફિકેશન થતું રહે છે.

સૂર્યમુખીનાં બી

ત્વચાની ઇલેસ્ટિસિટી જાળવી રાખે એવું વિટામિન ઈ સૂર્યમુખીના બીમાં રહેલું છે. આ બીનું તેલ નહીં, પરંતુ બીને શેકીને ખાવાથી મેક્સિમમ ફાયદો મળે છે.

કાકડી

ઓછી કેલરી, ભરપૂર પાણી અને સિલિકા નામનું ખનીજ તત્વ ધરાવતી કાકડી ચમકીલી, સુંવાળી ત્વચા આપે છે. વેઇટ-કન્ટ્રોલ માટે અને કેલરી-કન્ટ્રોલ માટે કાકડી સારી છે.

અખરોટ

અખરોટમાં વિટામિન ઈ અને ખાસ પ્રકારના એસેન્શિયલ ઓઇલ્સ હોય છે જે બ્રેઇન માટે ખૂબ પોષક છે. શરીર માત્ર બહારથી જ યંગ હોય એટલું પૂરતું નથી, બ્રેઇન પણ શાર્પ, સતેજ અને સક્રિય રહે એ માટે અખરોટ ખૂબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.