સુરત/ પૂણામાં ગેરકાયદેસર 500 કિલો ચંદનનો જથ્થો ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

સુરતના ગાંધીબાગમાંથી ચંદનના બે વૃક્ષ ચોરાવાની વધુ એક ઘટના સામે આવી છે પરંતુ હજી સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

Gujarat Surat
ચંદનનો જથ્થો
  • સુરત: પૂણામાં 500 કિલો ચંદનનો જથ્થો ઝડપાયો
  • પુણા વિસ્તારમાંથી ગેરકાયદેસર જથ્થો ઝડપાયો
  • ચંદનના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ
  • ATS અને SOGનું સંયુકત ઓપરેશન
  • વનવિભાગના અધિકારીઓની લેવાઇ મદદ

સુરતના પુણા વિસ્તારમાંથી ગેરકાયદે ચંદનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આશરે 500 કિલો જેટલો ગેરકાયદે ચંદનનો જથ્થો જપ્ત કરાયો છે. ATS અને SOGએ સાથે મળીને આ ચંદનનો જથ્થો ઝડપી પાડ્યો.જેમાં વન વિભાગની પણ મદદ કરવામાં આવી હતી.

ATS અને સુરત SOGની દરોડાની કાર્યવાહીમાં પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

સુરતના ગાંધીબાગમાંથી ચંદનના બે વૃક્ષ ચોરાવાની વધુ એક ઘટના સામે આવી છે પરંતુ હજી સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી આ પહેલા પણ બે વખત ગાંધી ભાગમાંથી ચંદનના વૃક્ષોની ચોરી થઈ ચૂકી છે અને તેની ફરિયાદ પણ નોંધાઇ હતી પરંતુ હજી સુધી ચોર પકડાયા નથી બાદમાં પાંચ માસમાં બીજી વખત ચંદનના વૃક્ષની ચોરી થતા ચંદનના વૃક્ષ ઘટી હવે ફક્ત દસ વૃક્ષ રહ્યા છે.

ચંદનના જથ્થા પર દરોડા કરીને 3 વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે. પકડાયેલું લાકડું ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાઈ છે. પુનિત નૈય્યર (ડીએફઓ-સુરત)એ જણાવ્યું હતું. પુણા ગામમાંથી ટોટલ 23 નંગ ચંદનના લાકડા એટલે 518 કિલો માલ જપ્ત કર્યો છે. હવે સેમ્પલ એગ્રીકલચર યુનિવર્સીટીમાં મોકલીશું. જેનાથી ઓઇલ કન્ટેન્ટ અને સેમ્પલ વેરીફાય થશે, ગ્રામ્ય વિસ્તારમાંથી જ કપાયા છે. હવે ત્યાં જઈ તપાસ કરીશું અને ક્યાં વેચાણ કરવાના હતા. તેની આગળ તપાસ કરીશું.

આ પણ વાંચો :જેતપુરથી ધોરજીને જોડતા ઓવર બ્રિજને લઈ લોકો પરેશાન, 5 વર્ષથી કામકાજ ખોરંભે

આ પણ વાંચો :સુરતના ખોલવડમાં સગીરે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં અજાણ્યા બાવાનો ઉલ્લેખ

આ પણ વાંચો :મહેસાણામાં સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા, જાણો કેવી રીતે ઉતારી મોતને ઘાટ

આ પણ વાંચો :પ્રેમીએ પૂર્વ પ્રેમિકાના સાથેની અંગતપળોની તસવીરો કરી વાયરલ,લોકોએ યુવકને કપડાં કાઢી ચખાડ્યો મેથીપાક