Crime/ અમદાવાદના માધપુરામાં કાપડની દુકાનમાંથી 6.50 લાખની ચોરી

શહેરના માધવપુરા વિસ્તારમાં આવેલી કાપડ ની ગોડાઉનમાં તસ્કરો ડુપ્લીકેટ ચાવીથી શટર ખોલીને બિન્દાસ્ત પ્રવેશ કરી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઉસ્માનપુરા કળશ રેસીડેન્સી માં રહેતા જીતેન્દ્ર પારીખે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે કે જીતેન્દ્ર ભાઈની દૂધેશ્વર રોડ પર સુમેળ છ કોમ્પલેક્ષ માં દસ દુકાન રાખીને કાપડનો હોલસેલ વેપાર કરે […]

Ahmedabad Gujarat
In Sardar Nagar, couple was sleeping in the same room from where 6.75 lakh Goods were stolen

શહેરના માધવપુરા વિસ્તારમાં આવેલી કાપડ ની ગોડાઉનમાં તસ્કરો ડુપ્લીકેટ ચાવીથી શટર ખોલીને બિન્દાસ્ત પ્રવેશ કરી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઉસ્માનપુરા કળશ રેસીડેન્સી માં રહેતા જીતેન્દ્ર પારીખે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે કે જીતેન્દ્ર ભાઈની દૂધેશ્વર રોડ પર સુમેળ છ કોમ્પલેક્ષ માં દસ દુકાન રાખીને કાપડનો હોલસેલ વેપાર કરે છે.

થોડા દિવસ પહેલા દુકાનમાં ઓર્ડર મુજબ વેપારીઓને માલ આપવાનો હતો. જેથી જીતેન્દ્ર ભાઈ ગોડાઉનમાં ગયા તો તેમને માલ ગાયબ જોયો હતો. જીતેન્દ્રભાઈ ને શક પડતા માલના સ્ટોકની ગણતરી કરતાં કોઈ હિસાબ મળી આવ્યો ન હતો. જીતેન્દ્ર ભાઈએ કોમ્પલેક્ષ માં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં ચારથી પાંચ અજાણ્યા ઈસમો ચોરી કરતા નજરે પડ્યા હતા. ત્યારબાદ રોજે રોજના આ તસ્કરોએ ટેમ્પામાં કાપડ ચોરીને ફરાર થઈ જતાં હતાં.
જીતેન્દ્ર ભાઈની જાણ બહાર અજાણ્યા ઈસમોએ ડુપ્લીકેટ ચાવીથી તેમની દુકાનના શટર ખોલીને ૬.૫૦ લાખની કાપડની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.