Not Set/ મુંબઇ/ પુણે-મુંબઇ હાઇવે પર ભયાનક બસ અકસ્માત, 6 નાં મોત, 30 ઘાયલ

મહારાષ્ટ્રનાં ભોર ઘાટ પાસે આવેલા જૂના પુણે-મુંબઇ હાઇવે પર એક પેસેન્જર બસ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં 6 મુસાફરોનાં મોત થયા હોવાનુ સામે આવ્યુ છે અને 30 ઘાયલ થયાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બસનાં ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો, ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સવારે પાંચ વાગ્યેનો છે. […]

Top Stories India
Mumbai Pune Accident મુંબઇ/ પુણે-મુંબઇ હાઇવે પર ભયાનક બસ અકસ્માત, 6 નાં મોત, 30 ઘાયલ

મહારાષ્ટ્રનાં ભોર ઘાટ પાસે આવેલા જૂના પુણે-મુંબઇ હાઇવે પર એક પેસેન્જર બસ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં 6 મુસાફરોનાં મોત થયા હોવાનુ સામે આવ્યુ છે અને 30 ઘાયલ થયાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બસનાં ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો, ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સવારે પાંચ વાગ્યેનો છે.

મળી રહેલી માહિતી મુજબ એક પેસેન્જર બસ (એમએચ-04 એફકે 1599) પુણે-મુંબઇ હાઇવે પર જઈ રહી હતી. ડ્રાઇવરેથીઅચાનક કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઇ ગઈ હતી અને 60 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માત ભોર ઘાટ નજીક બન્યો હતો. સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સવારે પાંચ વાગ્યાની આસપાસ થયો હતો.

હાઇવે પોલીસે જણાવ્યું કે ઘાયલોને પનવેલ, તેલેગાંવ, ઉરસે અને નિગડીની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ઘટના સ્થળે જ મૃત્યુ પામનારાઓમાં બે વર્ષનું બાળક, એક યુવતી, એક પુરુષ અને એક મહિલા શામેલ છે. અકસ્માતની માહિતી મળતા જ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમની બચાવ ટીમ, દેવદૂત અને હાઇવે પોલીસ જવાનો, ખોપોલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની ટીમ અને સ્થાનિક લોકોએ સંયુક્ત રીતે બસની અંદર ફસાયેલા લોકોને બહાર કાઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.