Not Set/ ભારતીય બજારમાં ઉતરશે મારુતિ સુઝુકીની આ 6 સીટર કાર, જાણો શું છે ખાસ

કાર ખરીદવાનુ દરેક લોકોનું સપનુ હોય છે પરંતુ જ્યારે તે સપના સુધી પહોચીએ છીએ ત્યારે સવાલ ઉભો થાય છે કે કાર લેવી છે પણ કઇ કાર લેવી. ત્યારે જો તમે કાર ખરીદવાનુ મન બનાવી લીધુ હોય તો તમારા માટે સારો સમય આ જ હોઇ શકે કારણ કે ઘણી કાર કંપનીઓએ તેમની નવી સ્ટાઇલિશ કાર લોંચ […]

Uncategorized
maruti ભારતીય બજારમાં ઉતરશે મારુતિ સુઝુકીની આ 6 સીટર કાર, જાણો શું છે ખાસ

કાર ખરીદવાનુ દરેક લોકોનું સપનુ હોય છે પરંતુ જ્યારે તે સપના સુધી પહોચીએ છીએ ત્યારે સવાલ ઉભો થાય છે કે કાર લેવી છે પણ કઇ કાર લેવી. ત્યારે જો તમે કાર ખરીદવાનુ મન બનાવી લીધુ હોય તો તમારા માટે સારો સમય આ જ હોઇ શકે કારણ કે ઘણી કાર કંપનીઓએ તેમની નવી સ્ટાઇલિશ કાર લોંચ કરવાનું નક્કી કર્યું છે. જેમાંથી મારુતિએ પણ હાલમાં Maruti XL-6 લોન્ચ કરવાની તારીખ જાહેર કરી છે. કંપનીએ Maruti XL-6 ને 21 ઓગષ્ટ 2019 નાં રોજ દિલ્હીથી લોન્ચ કરવાની તૈયારીમાં છે.

છેલ્લા ઘણા સમયથી ઓટો સેક્ટરમાં મંદીનો માહોલ છે, ત્યારે મારુતિનાં સેલમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લેતા મારુતિએ બજારમાં કંઈક નવું લાવવાનું મન બનાવી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Maruti XL-6  મારુતિ ઇર્ટિગાનુ લક્ઝરી વેરિઅન્ટ હશે જે 6 સીટર કાર છે. તેમાં આવી ઘણી હાઇટેક સુવિધાઓ હશે જે તેને મોંઘા MPV કારની સૂચિમાં રાખશે.

Maruti XL-6 માં 1.5 લિટરનું પેટ્રોલ એન્જિન લગાવવામાં આવ્યું છે. જો કે, બાદમાં તેને સીએનજી અને હાઇબ્રિડ વિકલ્પમાં લાવી શકાય છે. ડીઝલ ઓપ્શનમાં Maruti XL-6, આ કાર આશા પર ખરી ઉતરશે કે નહી તે કંપનીએ સ્પષ્ટ કર્યું નથી. Maruti XL-6 નું માઇલેજ પ્રતિ લિટર 18 થી 20 કિ.મી. સુધીનું કહેવામાં આવી રહ્યું છે, જોકે આ કાર સીએનજીમાં પણ ઘણી સારી સાબિત થશે.

પરવડે તેવા મારુતિ એક્સએલ -6 ની કિંમત 7.5 લાખથી 10.5 લાખની વચ્ચે હોવાનો અંદાજ છે, તેથી ટૂંકી રાહ જોયા બાદ, 21 ઓગસ્ટે આ 6 સીટર કારનો પડદો દૂર કરવામાં આવશે. Maruti XL-6 ની કિંમત 7.5 લાખથી 10.5 લાખની વચ્ચે હોવાનો અંદાજ છે, તેથી થોડી રાહ જોયા પછી, 21 ઓગષ્ટે આ 6 સીટર કાર તમારી સામે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.