Not Set/ યુક્રેનમાં ફસાયેલાં 6 વિદ્યાર્થીઓ પહોંચ્યા સુરત, વાલીઓની આંખોમાં છલકાયા હરખના આંસુ

યુક્રેનમાં ફસાયેલાં સુરતના 6 વિદ્યાર્થીઓ હેમખેમ સુરત આવી પોંહચતાવિદ્યાર્થીઓ અને વાલીઓમાં હર્ષના આંસુ નીકળતા જોવામાળ્યાં હતા.

Top Stories Gujarat Surat
યુક્રેનમાં

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થતા ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે તેથી તેમના વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે આવામાં  યુક્રેનમાં ફસાયેલાં સુરતના 6 વિદ્યાર્થીઓ હેમખેમ સુરત આવી પોંહચતાવિદ્યાર્થીઓ અને વાલીઓમાં હર્ષના આંસુ નીકળતા જોવામાળ્યાં હતા. છેલ્લા આઠ દસ દિવસથી પોતાની દીકરીની ચિંતા કરનાર વાલીઓના આંખોમાં અશ્રુધારા જોવા મળી હતી. યુદ્ધ જેવી સ્થિતિની વચ્ચે પોતાના બાળકોને હેમખેમ જોતાની સાથે જ વાલીઓ પણ ભાવ થયા હતા અને ગળે ભેટીને જાણે ભગવાનનો આભાર માનતા હોય તે રીતે સાંત્વના આપતા જોવા મળ્યા છે.તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પરિવારજનોએ કહ્યું કે અમારી દીકરી ઘરે પરત ફરી રહી છે. તેની વાત સાંભળતાની સાથે જ અમે રોમાંચિત થઇ ગયા હતા. આખી રાત તેમની રાહ જોતા હતા ત્યારે સવાર થાય અને ક્યારે અમારી પુત્રીને અમારા દીકરાને જોઈ શકીએ. અમે અમારા સંતાનોને જોવા માટે આતુર છીએ. અત્યારે તેઓ સુરત ખાતે પહોંચી ગયા છે ત્યારે અમે નિશ્ચિંત થયા છીએ. અમે એવું ઈચ્છીએ છીએ કે દેશના તમામ બાળકો કે જેઓ ત્યાં ફસાયા છે તેમને ઝડપથી પરત લાવવામાં આવે. જે રીતે મને મારા દીકરા અને સંતાનોની ચિંતા હતી તેવા અન્ય માતા-પિતાને પણ તેમને ખૂબ ચિંતા થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા ઝડપથી એવા તમામ દીકરાઓ કે જે ત્યાં ફસાયા છે એમને પરત લાવવા માટેની હું સરકારને અપીલ કરું છું.

પૂજા અશોક પટેલ જે યુક્રેનમાં આવેલી ચેરનીવતસિના બુક વિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં – MBBS નો અભ્યાસનો કરવા ગઈ હતી અને હાલ જે યુક્રેન અને રશિયા વચ્ચે જે પરિસ્થિતિ સર્જાઈ છે. તેને લઈને અમે અમારી બાળકીને પાછા લાવવાના પ્રયાસો કરી રહ્યા હતા અને તેનું 27 તારીખે બુકિંગ પણ હતું. પરંતુ 24 તારીખે યુદ્ધ ચાલુ થઈ ગયું હતું. જેને લઇને અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા.

આજે સરકારના પ્રયાસોથી એ લોકો રોમાનિયાના બોર્ડરથી 40 કિમી દૂર હતા. જેથી તેઓને હેમખેમ પાછા લાવી શક્યા અને આજે અમે ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છીએ. બાકીના વિદ્યાર્થીઓ ને પણ લાવવાના પ્રયાસો પણ સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. તેમની માટે બીજી ફ્લાઇટો પણ ગઈકાલે રવાના કરવામાં આવી છે, તે લોકોને પણ આજે બપોર સુધી લાવામાં આવશે. 240 કેટલા વિદ્યાર્થીઓ મુંબઈ દિલ્હી ઉતરી રહ્યા છે. તમામ વાલીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે.

ગુજરાત સરકાર તેમને લાવવા માટે સ્પેશિયલ બસોની પણ વ્યવસ્થા કરી છે. અમદાવાદ વડોદરા સુરત એ રીતે વ્યવસ્થા કરી છે. ભારત સરકારે એરોપ્લેન, બસોની સુવિધા તમામ પ્રકારે મફત કરી છે એને લઈને અમે ખૂબ જ આનંદમાં છીએ.

આ પણ વાંચો :ગુજરાતમાં આજથી ફર્સ્ટ પોલિયો અભિયાનની શરૂઆત, 38 હજારથી પણ વધારે બુથોમાં ટીકાકરણ

આ પણ વાંચો :મોરબીમાં ચાલીને જતાં માતા-પુત્રી સાથે બન્યું એવું કે… અચાનક જ મળ્યું મોત

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આધુનિક બન્યા,ખેતરમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કર્યો

આ પણ વાંચો :લીંબડીના ભલગામડા ગામે તળાવ કાંઠે 5,000 વૃક્ષોનું સંકલ્પવન બનશે