Gujarat-Watersituation/ ચોમાસાના એક જ મહિનામાં રાજ્યના 207 જળાશયોમાં પાણીનો 70 ટકા જથ્થો

ગુજરાતમાં ચોમાસાની સીઝન મોડી 26 જુન પછી ચાલુ થયા બાદ પણ વરસાદે એક મહિનામાં તેના વિલંબને કવર કરી લીધો છે. એક જ મહિનામાં વરસાદના ચાર રાઉન્ડ આવી ગયા છે. વરસાદના ચાર રાઉન્ડ પછી રાજ્યના 207 જળાશયોમાં પાણીનો 70 ટકા જથ્થો છે.

Top Stories Gujarat
Sardar Sarovar Dam ચોમાસાના એક જ મહિનામાં રાજ્યના 207 જળાશયોમાં પાણીનો 70 ટકા જથ્થો

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની સીઝન Gujarat water situation મોડી 26 જુન પછી ચાલુ થયા બાદ પણ વરસાદે એક મહિનામાં તેના વિલંબને કવર કરી લીધો છે. એક જ મહિનામાં વરસાદના ચાર રાઉન્ડ આવી ગયા છે. વરસાદના ચાર રાઉન્ડ પછી રાજ્યના 207 જળાશયોમાં પાણીનો 70 ટકા જથ્થો છે.

હવે આ બધુ રાજ્યના પાંચ ઝોન દીઠ જોઈએ તો Gujarat water situation ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 69.65 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 45.64 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.09 ટકા, કચ્છના 20 જળાશયોમાં 66.78 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.10 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવરની બંધની વાત કરીએ તો તેમા હાલમાં 73.15 ટકા પાણી છે.

આમ રાજ્યના 207 જળાશયોમાં હાલની Gujarat water situation સ્થિતિએ 70.47 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 88 ડેમને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યાં છે. જ્યારે 20 ડેમ એવા છે જેમાં 80 ટકા જેટલું પાણી છે. આ ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત 17 ડેમમાં 70 ટકાથી વધુ પાણી હોવાથી તેને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 81 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી હોવાથી તેમને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. વરસાદના ચાર રાઉન્ડ બાદ રાજ્યના 207 જળાશયોમાંથી 88 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે.

આ ઉપરાંત ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો Gujarat water situation નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં હજી તો પૂરો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરનો પ્રારંભ બાકી છે ત્યારે સીઝનનો વરસાદ 83 ટકાને વટાવી ગયો છે. તેથી આ વખતે વરસાદની સરેરાશ 100 ટકા કરતાં પણ વધુ થાય તો નવાઈ નહી લાગે. આ ઉપરાંત હવે બાકીના જળાશયો ઓગસ્ટના જ વરસાદમાં જ ભરાઈ જાય તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Big Breaking/ST બસના ભાડામાં કરાયો વધારો, હવે પ્રતિ કિલોમીટર હવે ચુક્કવું પડશે આટલું ભાડું, પ્રતિ કિ.મી.ના હિસાબે ભાડામાં વધારો

આ પણ વાંચોઃ Sardar Sarovar Dam/સરદાર સરોવર ડેમે 130 મીટરની સપાટી વટાવી

આ પણ વાંચોઃ રાજકોટ/મારવાડી યુનિવર્સિટીમાં મળેલો છોડ અંગે મોટો ખુલાસો,ગાંજાના હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યું

આ પણ વાંચોઃ કાળનો કોળિયો/વડોદરામાં મોઢું ધોવા ગયેલા યુવકને મગર ખેંચી ગયો

આ પણ વાંચોઃ Ahmedabad/પંજાબના હેડમાસ્ટર્સની IIT અમદાવાદમાં ટ્રેનિંગ, જાણો સરકારના આ પગલા પાછળનું કારણ