પ્રજાસત્તાક દિવસ/ ભારતના 73 પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આકાશમાં રાફેલ સહિત 75 વિમાન ઉડશે

આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી ઘણા કાર્યક્રમ પ્રથમ વખત જોવા મળશે

Top Stories India
rafel ભારતના 73 પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આકાશમાં રાફેલ સહિત 75 વિમાન ઉડશે

આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી ઘણા કાર્યક્રમ પ્રથમ વખત જોવા મળશે, ભારતીય વાયુસેનાના 75 વિમાન આકાશમાં પ્રથમ વખત ઉડાન ભરતા જોવા મળશે . આ રાજપથ પર યોજાનારી અત્યાર સુધીની સૌથી ભવ્ય ઝાંખી હશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ગ્રેન્ડ ફિનાલે અને પરેડના સેક્શન ફ્લાઈપાસ્ટમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાના 75 વિમાન ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગના રૂપે ઉડાન ભરતા જોવા મળશે

મંત્રાલયે કહ્યું કે પ્રથમ વખત ભારતીય વાયુસેનાએ ફ્લાઈપાસ્ટ દરમિયાન કોકપિટનો વીડિયો દેખાડવા માટે દુરદર્શનની સાથે કોર્ડિનેશન કર્યુ છે. રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડકોટા જેવા જુના અને હાલના આધુનિક વિમાન ફ્લાઈ પાસ્ટમાં રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિત અલગ અલગ ફોર્મેશનનું પ્રદર્શન કરશે. મંત્રાલયે કહ્યું કે પ્રથમ વખત પરેડ દરમિયાન રાજપથ પર 75 મીટર લંબાઈ અને 15 ફૂટ ઉંચાઈના 10 સ્ક્રોલ પ્રદર્શિત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું કે સ્ક્રોલ સુરક્ષા અને સંસ્કૃતિ મંત્રાલયો દ્વારા સંયુક્ત રીતે આયોજિત ‘કલાકુંભ’ કાર્યક્રમ દરમિયાન તૈયાર કરવામાં આવ્યા હતા.

આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસ સમારોહમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાંઆવ્યું છે. જેમાંથી ઘણા કાર્યક્રમ પ્રથમ વખત જોવા મળશે. આ વખતે ભારતીય વાયુસેનાના 75 વિમાન આકાશમાં પ્રથમ વખત ઉડાન ભરતા નજરે આવશે.સમારોહ દરમિયાન, રાજપથ પર પરેડ વહેલી સવારે 10 વાગ્યાને બદલે 10:30 વાગ્યે શરૂ થશે. ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શકો માટેની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે માત્ર 5 હજારથી 8 હજાર લોકોને મંઝૂરી આપી છે