મધ્યપ્રદેશ/ જબલપુર હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોના મોત,મુખ્યમંત્રીએ શોક વ્યકત કર્યો,5 લાખ વળતરની કરી જાહેરાત

મધ્યપ્રદેશના જબલપુરમાં એક હોસ્પિટલમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થયા છે. આ ઘટના જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલમાં બની છે

Top Stories India
9 જબલપુર હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોના મોત,મુખ્યમંત્રીએ શોક વ્યકત કર્યો,5 લાખ વળતરની કરી જાહેરાત

મધ્યપ્રદેશના જબલપુરમાં એક હોસ્પિટલમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થયા છે. આ  ઘટના જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલમાં બની છે. આગના સમાચાર મળતા જ સમગ્ર હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી. સર્વત્ર અરાજકતાનો માહોલ હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જિલ્લા કલેક્ટર ઇલૈયારાજા ટીએ 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

કાઉન્સિલરના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલમાં આગના સમાચાર મળતા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જબલપુર કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. કાઉન્સિલરના જણાવ્યા અનુસાર દર્દીઓની સાથે બે નર્સિંગ સ્ટાફ પણ મૃત્યુ પામેલાઓમાં સામેલ છે. બાકીના ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

સીએમ શિવરાજ સિંહે હોસ્પિટલ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે તે સ્થાનિક પ્રશાસન અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં છે. મુખ્ય સચિવને સમગ્ર મામલામાં નજર રાખવા સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.સીએમ શિવસાજ સિંહ ચૌહાણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 5-5 લાખ અને ઘાયલોને 50-5- હજાર આપવામાં આવશે. જબલપુર અકસ્માતમાં 7 મૃતકોની ઓળખ કરવામાં આવી છે, જેમાં ત્રણ સ્ટાફ મેમ્બર અને બે લોકો એક જ પરિવારના છે. મૃતકોમાં વીર સિંહ (સ્ટાફ મેમ્બર), સ્વાતિ વર્મા (સ્ટાફ મેમ્બર), મહિમા જાટવ (સ્ટાફ મેમ્બર), દુર્ગેશ સિંહ, તન્મય વિશ્વકર્મા, અનુસુયા યાદવ અને સોનુ યાદવનો સમાવેશ થાય છે.