કટાક્ષ/ 80, 90 પુરા 100? ડોલર સામે રૂપિયો 80ને પાર,કુંભકર્ણીય ઊંઘમાંથી જાગો પીએમઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું, “…80, 90 પુરા 100? પીએમ બનતા પહેલા, તેઓ રૂપિયાની કિંમત પર લાંબા પ્રવચનો આપતા હતા.

Top Stories India
કુંભકર્ણીય ઊંઘમાંથી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ડોલરની સામે રૂપિયાની કિંમતમાં થયેલા ઘટાડાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે હવે સરકારે પોતાની કુંભકર્ણીય ઊંઘમાંથી જાગી જવું જોઈએ અને આર્થિક નીતિઓમાં સુધારો કરવો જોઈએ. શુક્રવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ચલણ સામે રૂપિયો 17 પૈસા વધીને રૂ. 79.82 થયો હતો. ગુરુવારે રૂપિયો 80થી વધુ ગગડી ગયો હતો.

રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું, “…80, 90 પુરા 100? વડાપ્રધાન બનતા પહેલા તેઓ રૂપિયાની કિંમત પર લાંબા પ્રવચનો આપતા હતા. ઈતિહાસમાં પહેલીવાર  અમેરિકી ડોલર સામે રૂપિયો 80ને પાર કરી ગયો છે.  

કોંગ્રેસ નેતાએ કહ્યું, “રૂપિયાની જર્જરિત હાલત અને દિશાહીન સરકારના કારનામાની કિંમત દેશની જનતાએ ચુકવવી પડશે. વડાપ્રધાને કહ્યું હતું કે મજબૂત રૂપિયા માટે મજબૂત વડાપ્રધાનની જરૂર છે. આ જુલમની વાસ્તવિકતા આજે દરેક સામે છે.  

‘હજુ સમય છે, કુંભકર્ણીય ઊંઘમાંથી જાગો’

રાહુલ ગાંધીએ કહ્યું કે હું ફરી ભારત સરકારને કહી રહ્યો છું, હજુ પણ સમય છે, તમારી કુંભકર્ણીય ઊંઘમાંથી જાગો. જુઠ્ઠાણા અને રેટરિકની રાજનીતિ બંધ કરો અને આર્થિક નીતિઓમાં તાત્કાલિક સુધારો કરો. તમારી નિષ્ફળતાની સજા દેશના સામાન્ય લોકો સહન કરી શકતા નથી.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવું મુશ્કેલ પરંતુ જીતી ન શકાય તેવું પણ નથી :મિલિન્દ દેવરા 

આ પણ વાંચો:સોનિયા ગાંધીએ પોતાની તિજોરીમાંથી તિસ્તા સીતલવાડને આપ્યા હતા પૈસા, ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

આ પણ વાંચો: SITનો મોટો ખુલાસો- કોંગ્રેસના ઈશારે તિસ્તાએ ઘડ્યું હતું મોદી સરકારને બદનામ કરવાનું કાવતરું, ગોધરાકાંડ બાદ મળ્યા હતા આટલા લાખ