Not Set/ ગુજરાતનાં દરિયામાંથી ફરી ઝડપાયું ડ્રગ, કિંમત છે કરોડો રૂપિયા

પોરબંદરના દરિયામાંથી એનસીબી અને નૌસેનાના સાયુક્ત ઓપરેશનમાં  આશરે 800 કિલો ગ્રામ જેટલું 2000 કરોડની કિમતનું ડ્રગ ઝડપાયું છે.

Top Stories Gujarat
પોરબંદરના
  • પોરબંદરના દરિયામાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ
  • 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 2 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ
  • એનસીબી અને નૌ સેનાનું સંયુક્ત ઓપરેશન
  • 2 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ

ગુજરાત રાજ્યનો લાંબો દરિયા કિનારો પ્રવાસન માટે ઓછો અને ઘુષણખોર માટે વધુ કુખ્યાત બનતો જઈ રહ્યો છે. અવાર નવાર ગુજરાતનાં દરિયામાંથી માદક અને પ્રતિબંધિત દ્રવ્યો અને ગેરકાનૂની સામાન વિગેરે ઝડપાતા રહે છે. હવે ફરી એકવાર ગુજરાત રાજયના પોરબંદરના દરિયામાંથી મોટી માત્રમાં ડ્રગ મળી આવ્યું છે. જેની કિમત 2000 કરોડ  રૂપિયામાં થવા જાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદરના દરિયામાંથી એનસીબી અને નૌસેનાના સાયુક્ત ઓપરેશનમાં  આશરે 800 કિલો ગ્રામ જેટલું 2000 કરોડની કિંમતનું ડ્રગ ઝડપાયું છે. આ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. આ ડ્રગ ક્યાથી આવ્યું છે અને કોણે  મંગાવ્યું છે. વિગેરે ની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

મળતી જાણકારી મુજબ 800 કિલો ડ્રગ્સના જથ્થામાં 529 કિલો હેસિસ, 234 કિલો મેથામ્ફેટામાઈન અને અમુક જથ્થો હેરોઈનનો પણ ઝડપાયો છે. આ પહેલાં પણ ડ્રગ્સમાં સલાયા અને જોડીયાનું કનેક્શન બહાર આવ્યું હતું. છેલ્લાં કેટલાક સમયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે અને  ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો જાણે નવો ટ્રાન્ઝીટ પોઈન્ટ બની ગયો છે.

અત્રે નોધનીય છે કે કચ્છના મુંદ્રા બંદરેથી પણ ગત વર્ષે 2100 કરોડ જેટલી મતબાર રકમનું ડ્રગ મળી આવ્યું હતું. અને તેના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા.

IPL Auction / પંડ્યા બ્રધર્સનો છૂટ્યો સાથ, હવે એકબીજા સામે રમશે

સૌથી મોટું કૌભાંડ! / ABG શિપયાર્ડે 22,842 કરોડની 28 બેંકો સાથે કરી છેતરપિંડી, CBIએ નોંધી FIR