Not Set/ વિશ્વના ત્રીજા નંબરની જેલના કેદી ધરાવતા બ્રાઝીલ દેશમાં સુરક્ષિત જેલમાંથી ૯૨ કેદીઓ ફરાર

સાઓ પૌંલો  સોમવારે પૂર્વ બ્રાઝીલમાં સૌથી વધારે સુરક્ષા ધરાવતી જેલના મુખ્ય દરવાજાને અજાણ્યા બંદુકધારી શખ્સોએ વિસ્ફોટથી ઉડાડી તેમાંથી ૯૨ કેદીઓ  ફરાર થઇ ગયા હતા. આ  હુમલામાં એક પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું.  જેલના અધિકારીના જણાવ્યા પ્રમાણે ૨૦  હુમલાખોર લોકો  ૪ ગાડી લઈને આવ્યા હતા. સત્તાવાર આંકડા અનુસાર, બ્રાઝિલમાં વિશ્વની ત્રીજા નંબરની  સૌથી વધુ  જેલની વસ્તી છે, જૂન […]

World
razil વિશ્વના ત્રીજા નંબરની જેલના કેદી ધરાવતા બ્રાઝીલ દેશમાં સુરક્ષિત જેલમાંથી ૯૨ કેદીઓ ફરાર

સાઓ પૌંલો 

સોમવારે પૂર્વ બ્રાઝીલમાં સૌથી વધારે સુરક્ષા ધરાવતી જેલના મુખ્ય દરવાજાને અજાણ્યા બંદુકધારી શખ્સોએ વિસ્ફોટથી ઉડાડી તેમાંથી ૯૨ કેદીઓ  ફરાર થઇ ગયા હતા. આ  હુમલામાં એક પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું.  જેલના અધિકારીના જણાવ્યા પ્રમાણે ૨૦  હુમલાખોર લોકો  ૪ ગાડી લઈને આવ્યા હતા.

સત્તાવાર આંકડા અનુસાર, બ્રાઝિલમાં વિશ્વની ત્રીજા નંબરની  સૌથી વધુ  જેલની વસ્તી છે, જૂન 2016 સુધીમાં 7,26,712 કેદીઓ બ્રાઝીલની જેલમાં હતા.

આ વસતી રાષ્ટ્રની જેલની ક્ષમતા કરતાં બમણી છે.

હાલ ફરાર ૯૨ કેદીઓને શોધવા માટે ૧૦૦ પણ પણ વધારે પોલીસ સામે લાગી ગઈ છે.બ્રાઝીલ દેશની બે સૌથી મોટી ગેંગ વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ઘણી હિંસા અને  કેટલીકવાર ક્રૂરતા જેલમાંથી બહાર નીકળે છે. ઓક્ટોબર, વર્ષ 2016 માં ઉત્તરમાં બે અલગ અલગ જેલોમાં હિંસાનો ભંગ થયો ત્યારબાદ 18 કેદીઓ મૃત્યુ પામ્યા હતા અને મૃતકોમાંથી કેટલાકના ગળા કપાયેલા હતા  અને અન્ય લોકો જીવતા  બળી ગયા હતા.