Lifestyle: હર્બલ ટી (Herbal tea)નું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું જ સાભદાયક સિદ્ધ થાય છે. આજની વ્યસ્ત જીવનશૈલી (Lifestyle)માં તણાવ અને બેચેનીના કારણે સારી ઊંઘ લેવી જાણે કે એક સુખદ સ્વપ્ન સમાન ભાસે છે! ઘણા લોકો છે કે જે પથારીમાં પડખા ઘસ્યાં કરે છે પણ આખી રાત આરામથી ઊંઘી શકતા નથી. જો તમને પણ આવી સમસ્યા હોય તો તમે અજમા અને વરિયાળીની હર્બલ ટી (Herbal tea) પીવાથી સ્વાસ્થ્ય સંબંધી ફાયદા (Health Benefits) પ્રાપ્ત કરી શકાય છે.
આજની દોડધામ વાળી જીંદગીમાં સૂકૂનની ઊંઘ લેવી કેટલાય લોકો માટે એક પડકારજનક કાર્ય બની ગયું છે. મોટા ભાગે લોકો સમયસર બેડરુમમાં જઇને સૂઇ તો જાય છે પરંતુ, ઊંઘ (Sleep) ન આવવાને કારણે આખી રાત પડખા ફેરવ્યા કરે છે. આની અસર આગલા દિવસે દિનચર્યા (Routine) પર જ નહિં પણ સ્વાસ્થ્ય પર પણ પડતી જોવા મળે છે. ઘરનું હોય કે ઑફિસના બધા જ કામ પર આ થાક અને તણાવની અસર વર્તાય છે. બહેતર અને તણાવમુક્ત નિંદ્રા (Tension Free Sleep) માટે અજમા અને વરિયાળી (Parsley and Fennel) નો ઉપયોગ કરીને બનાવેલી હર્બલ ટીનું સેવન ઘણું જ સાભદાયક સિદ્ધ થાય છે. એના સેવનથી તણાવ તો ઓછો થાય જ છે અને રાત્રે ઊંઘ પણ સારી (Deep sleep) આવે છે.

અજમા અને વરિયાળીની હર્બલ ટી (Herbal tea) પીવાથી ગાઢ ઊંઘ આવશે
રાત્રે સૂતા અગાઉ અજમા અને વરિયાળીની ચા પીવાના ફાયદા અનેક છે. વાસ્તવમાં, વરિયાળીમાં કેટલાય પ્રકારના તત્વો જોવા મળે છે જે મગજ (Brain)ને શાંત કરે છે. આના સેવનથી થાક પણ ઓછો થાય છે અને ઊંઘ પણ આવે છે. અજમાનું કાર્ય છે શરીરને રિલેક્સ કરવાનું….વળી વરિયાળીનું સેવન પેટને શાંત કરે છે. આ હર્બલ ટી વેટ લૉસ (Weight Loss) માટે પણ એક ઉત્તમ વિકલ્પ છે. તેનું સેવન મેટાબોલિઝમ (Metabolism)ને બહેતર કરે છે અને ચરબી (Fat)ને ઝડપથી ઓગાળે છે.
શી રીતે બનાવશો અજમા-વરિયાળીની હર્બલ ટી (Herbal tea)?
અજમા અને વરિયાળીની ચા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1/2 ચમચી અજમો
1/2 ચમચી વરિયાળી
1/2 કપ પાણી
સ્વાદાનુસાર લીંબુ અને મધ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક પૅન લઇને એમાં પાણી ગરમ કરો.
2. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે અજમો અને વરિયાળી ઉમેરી દો.
3. હવે એને 5 થી 7 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો.
4. જ્યારે એ હળવું ઠંડુ થઇ જાય ત્યારે એમાં લીંબુ અને મધ (Lemon & Honey) પણ મિક્સ કરી શકો છો.
તો તૈયાર છે તમારા સ્વાસ્થ્ય માટે તદ્દન લાભકારક એવું હર્બલ ડ્રિંક….હર્બલ ટી (Herbal tea)….એને એન્જોય કરો અને આરામની નીંદર માણો!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: ડિનરમાં ભાત ખાવા કે પછી ઘઉંની રોટલી? સ્વાસ્થ્ય અને ગાઢ નિંદ્રા માટે શું યોગ્ય છે જાણો…
આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…
આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…
