Lifestyle/ પ્રતિ વર્ષ 1 જાન્યુઆરીના રોજ ઉજવાય છે ‘વિશ્વ પરિવાર દિવસ’…સંવાદ અને સહકારથી પરિવાર બનશે સ્વસ્થ…!

‘Global Family Day’ (વિશ્વ પરિવાર દિવસ) 1 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. પરિવારનું સ્થાન અને તેની ભૂમિકા સમજાવવા માટે આ દિવસ એક અવસર છે…

Trending Lifestyle Relationships
Global Family Day, વિશ્વ પરિવાર દિવસ, 1 જાન્યુઆરી, સંબંધો

Lifestyle: પ્રતિવર્ષ 1 જાન્યુઆરીના રોજ ‘વિશ્વ પરિવાર દિવસ’ (Global Family Day) ઉજવવામાં આવે છે. વિશ્વમાં સંવાદિતતા અને એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરના માટે દર વર્ષે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વ એક વૈશ્વિક વિલેજ અને પરિવાર હોવાની ભાવનાનું આપણને સ્મરણ કરાવે છે. નાગરિકત્વ, સરહદો અથવા જાતિ-ધર્મને ધ્યાનમાં લીધા વિના આપણે બધા એક પરિવાર છીએ એ આ દિવસને ઉજવવાનું હાર્દ છે. પ્રથમવાર વર્ષ 2000માં 1 જાન્યુઆરીએ ‘વિશ્વ પરિવાર દિવસ’ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી માંડીને દર વર્ષે નવ વર્ષના પ્રથમ દિવસની ‘વિશ્વ કુટુંબ દિવસ’ (Global Family Day) તરીકે ઉજવણી કરવામાં આવે છે.

Global Family Day, વિશ્વ પરિવાર દિવસ, 1 જાન્યુઆરી, સંબંધો

1 જાન્યુઆરીએ દુનિયાભરમાં ‘વિશ્વ પરિવાર દિવસ’ (Global Family Day) ની ઉજવણી

1 જાન્યુઆરી (1 January)એ ઉજવાતા આ ‘વિશ્વ પરિવાર દિવસ’ (Global Family Day)ની ઉજવણીનો હેતુ દુનિયાભરમાં સંવાદિતતા, ઐક્ય અને વૈશ્વિક પરિવારવાદની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. આ દુનિયાના અલગ-અલગ દેશો (Countries) ભલે ને સ્વયંની રક્ષા હેતુ સરહદો (Borders) ખેંચીને બેઠા હોય પણ આપણે સૌ આ લકીરોથી પરે એકબીજા સાથે જોડાયેલા છીએ, સરહદો અને જાતિઓથી પર છીએ! આવી ઉદ્દાત્ત ભાવનાને દ્રઢ કરતા આ દિવસની શરૂઆત વર્ષ 2000 માં થઈ અને ત્યારથી નવ વર્ષનો પહેલો દિવસ પ્રતિ વર્ષ ‘વિશ્વ પરિવાર દિવસ’ (Global Family Day) તરીકે ઉજવાય છે.

15 મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ’ 

‘આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ’ તો દર વર્ષે 15 મેના રોજ ઉજવાય છે અને તે અલગ-અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે. ‘આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ’ 2023ની થીમ ‘જનસંખ્યાયિક વલણ અને પરિવાર’ છે. ગયા વર્ષના આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની થીમ ‘કુટુંબ અને શહેરીકરણ’ હતી. પરંતુ ‘વિશ્વ પરિવાર દિવસ’ (Global Family Day)ની ઉજવણીની કોઇ વિશેષ થીમ હોતી નથી. પરસ્પર સકારાત્મક ભાવના અને સમગ્ર વિશ્વબંધુત્વની ભાવના એનો મૂળ વિચાર (Theme) છે. આપણા શાસ્ત્રોમાં તો ‘વસુધૈવ કુટુંબકમ્’ની ઉદ્દાત્ત ભાવનાને સ્થાન પહેલેથી મળેલું જ છે અને આ વિચાર હવે આખી દુનિયામાં ફેલાઇ રહ્યો છે એ આનંદની વાત છે!

કુટુંબ કહો કે પરિવાર…આ એક એવી સામાજીક સંસ્થા (Social Institute) છે જેમાં સમાવિષ્ટ તમામ સભ્યો પરસ્પર એકબીજાની લાગણીઓ (Emotions)ને સન્માન આપે છે અને એકબીજાની સમસ્યાઓ (Problems)ને દૂર કરવામાં સહાયક બને છે. પરિવારના સભ્યો પરસ્પર સંવાદ (Communication)થી એકબીજાને સમજે છે જે અનુભવો પર આધારિત એકતાની શક્તિ દર્શાવે છે. આનાથી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે અને એટલું જ નહીં પણ પરસ્પર વિશ્વાસ અને ભાવનાત્મક જોડાણ (Relationship)માં પણ વૃદ્ધિ થાય છે.

Global Family Day, વિશ્વ પરિવાર દિવસ, 1 જાન્યુઆરી, સંબંધો

કુટુંબ અને ટેકનોલોજી વચ્ચે સંતુલન સાધવું અત્યંત આવશ્યક

આધુનિક સાંપ્રત સમયમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયા (Technology & Social Media) આપણા જીવનના અભિન્ન ભાગ બની ચૂક્યા છે. પરંતુ તેની અને કુટુંબ (Family) વચ્ચે સંતુલન સાધવું અત્યંત આવશ્યક છે. પરિવાર માટે સમય ફાળવવો પણ એટલો જ જરૂરી છે. ‘વિશ્વ પરિવાર દિવસ’ આપણને યાદ અપાવે છે કે, પરિવારના સભ્યોએ સાથે બેસીને વાતચીત કરવી, એકસાથે મળીને આનંદપૂર્વક ભોજન કરવું અને એકબીજા પ્રત્યેની લાગણીઓ અને સંવેદના વ્યક્ત કરવાથી સંબંધોને મજબૂત બનાવી શકાય છે. કેવળ ભૌતિક સુખો (Luxurious Life) જ જીવનને સુખી નથી બનાવી શકતા પરંતુ એક દ્રઢ લાગણીસભર જોડાણ (Emotional Bonding) અને પરસ્પર ન્યાયપૂર્ણ વલણ (Fair Attitude) જ કોઇ પણ પરિવારને વાસ્તવમાં મજબૂત બનાવે છે.

પરિવર્તન પામી રહેલી  જીવનશૈલી, ઝડપી શહેરીકરણ અને વ્યસ્તતા

સમગ્ર વિશ્વમાં પરિવારના મહત્વને જાળવી રાખવા, એકતા અને પરસ્પર સહકારની ભાવનાને ઉજાગર કરવા માટે પ્રતિ વર્ષ 1 જાન્યુઆરીએ આ દિવસ (Global Family Day) મનાવવામાં આવે છે. હાલના સમયમાં પરિવર્તન પામી રહેલી લોકોની જીવનશૈલી (Lifestyle), ઝડપી શહેરીકરણ અને અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ આપણે આપણા કુટુંબના સભ્યોને મહત્વ આપવું જરુરી છે. પરિવારનું સ્થાન અને તેની ભૂમિકા સમજાવવા માટે આ દિવસ (Global Family Day) એક મહત્વપૂર્ણ અવસર છે જેનો સૌ કોઇએ લાભ લેવો સ્વયંના આનંદ અને સંતુલન માટે પણ જરુરી છે. કારણ કે, પરિવાર માત્ર સાથે રહેતા લોકોનો સમૂહ નથી પરંતુ પ્રત્યેક વ્યક્તિનો પરિવાર સંસ્કારો, લાગણીઓ અને વિશ્વાસની બનેલી મજબૂત આધારશિલા છે.

Global Family Day, વિશ્વ પરિવાર દિવસ, 1 જાન્યુઆરી, સંબંધો

પરિવાર સમાજની પાયાની ઈંટ સમાન…ગ્લોબલ લેવલે એક બહોળો સમાજ રચાય છે

એક પ્રશ્ન થાય કે સમાજનો પાયો શું છે? આર્થિક, રાષ્ટ્રીય કે સામાજીક કોઈ પણ બાબતો કરતાંયે વધુ મહત્વનું પરિબળ પરિવાર છે કારણ કે, પરિવાર સમાજની પાયાની ઈંટ સમાન હોય છે. એક-એક ઈંટ મળીને સમાજ રચાય છે, બાદમાં એક રાષ્ટ્ર અને પછી ગ્લોબલ લેવલે એક બહોળો સમાજ રચાય છે. બાળકની પ્રથમ પાઠશાળા એનો પરિવાર જ હોય છે જ્યાંથી તેનામાં પ્રેમ, સન્માન, શિસ્ત અને જવાબદારી જેવા માનવીય મૂલ્યોનું સિંચન થાય છે. માતા-પિતાના સંસ્કાર, વડીલોની અનુભવથી નીપજેલી સલાહ અને ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર સંબંધો એક વ્યક્તિના સમગ્ર જીવન પર લાંબા ગાળાની છાપ છોડે છે. કુટુંબના કોઈ પણ સભ્ય પર જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે ત્યારે એનો પરિવાર એક ઢાલ બનીને એની પડખે ઊભો રહે છે!

‘વિશ્વ પરિવાર દિવસ’…સંબંધોને સુદ્રઢ બનાવવાનો સંદેશ

આજના દિવસે લોકો પરિવાર સાથે સમય પસાર કરે છે અને સંબંધોને સુદ્રઢ બનાવવાનો સંદેશ આપે છે. નાના-નાના મતભેદો (Differences)ને ભૂલીને એકબીજાને સમજવાની, સ્વીકારવાની ભાવના વિકસાવવી અને પરસ્પર ન્યાયપૂર્ણ વલણ અપનાવવું એ આજના સમયની તાતી જરૂરિયાત છે. જો પરિવારના સભ્યો વચ્ચે સંવાદ, સહકાર અને વિશ્વાસ (Trust) હશે તો કોઈ પણ પડકાર (Challenge)નો સામનો કરવાનું સરળ બની જાય છે.

Global Family Day, વિશ્વ પરિવાર દિવસ, 1 જાન્યુઆરી, સંબંધો

સંબંધોને સુદ્રઢ બનાવવાની પ્રતિજ્ઞા લઇએ

આ જ કારણે, આજના આ ‘વિશ્વ પરિવાર દિવસ’ (Global Family Day)ના અવસર પર દરેક વ્યક્તિએ પરિવારના મહત્વને સમજીને જાળવવાની અને તેને વધુ સુદ્રઢ બનાવવાની પ્રતિજ્ઞા (Pledge) અવશ્ય લેવી જોઈએ. એક સુદ્રઢ પરિવાર એટલે સુખી જીવન અને સશક્ત સમાજની તથા અનુક્રમે, સશક્ત રાષ્ટ્ર અને સંતુલિત વિશ્વ (World)ની ખાતરી!!

એક મજબૂત પરિવારથી જ સશક્ત સમાજનું નિર્માણ શક્ય છે. જ્યાં પરિવારો મજબૂત હોય, ત્યાં સમાજમાં શાંતિ, સંસ્કાર અને માનવીય મૂલ્યો (Human values) તથા અભિગમ ટકી રહે છે. પ્રેમ, સમજદારી અને એકતા (Unity)થી પરિપૂર્ણ પરિવાર જ ભાવિ પેઢી (Next Generation)ને યોગ્ય દિશાનિર્દેશન આપી શકે છે. ‘વિશ્વ પરિવાર દિવસ’ (Global Family Day)ના આ હાર્દ (Theme)ને જો ઉચિત રીતે સમજી લઇશું તો પરિવારો જ નહિં પરંતુ, સમગ્ર સમાજ, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો પણ સ્વસ્થ બનશે એ વાત નિર્વિવાદ છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હેપ્પી કપલમાં હોય છે આ 7 આદતો, શું તમારામાં એ છે ખરી?- રિલેશનશિપ એક્સપર્ટ

આ પણ વાંચો: 20 વર્ષના નવયુવાનો 40 વર્ષની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે!! નવો રિલેશનશિપ ટ્રેન્ડ…આખરે કારણ શું છે?

આ પણ વાંચો: પાર્ટનર પરસ્પર કરી રહ્યાં છે ‘બર્ડ ટેસ્ટ’…યુવાપેઢીનો નવો રિલેશનશિપ ટ્રેન્ડ કે નવું તૂત..!!