Lifestyle/ સંબંધોમાં કડવાશ વ્યાપી ગઇ છે? રિલેશનશિપ મજબૂત કરવા દરેક પાર્ટનર આ ટ્રિક્સ અવશ્ય અપનાવી જુઓ..!

રિલેશનશિપ…જીવનની સૌથી અણમોલ ભેટ હોય છે અને એ તમારા પરિવાર ના હોય, દોસ્તીના કે પછી પ્રેમના! કપલ પૈકીના બંને પાર્ટનર આ ટ્રિક્સને અપનાવશે તો…

Tips & Tricks Trending Lifestyle Relationships
રિલેશનશિપ, ટ્રિક્સ, પાર્ટનર

Lifestyle: રિલેશનશિપ (Relationship)માં ઉતાર-ચડાવ ચાલ્યા કરતા હોય છે. જીવનનું વહેણ કદીયે એકધારું વહેતું નથી રહેતું…એમાં ઘણી વખત તોફાન પણ સર્જાય છે અને સંબંધોના પાયા હલવા લાગે છે. સંબંધ કોઇ પણ હોય, એને દ્રઢ બનાવી રાખવો અત્યંત આવશ્યક છે પણ આ બંધનનું સન્માન બંને પાર્ટનર તરફથી જળવાય એ પણ જરુરી છે! સંબંધને મજબૂત બનાવવા માટે લોકો ઘણા પ્રકારના પ્રયાસો કરે છે પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, શું કેવળ નિકટ રહેવાથી (Intimacy) જ સંબંધ મજબૂત રહે છે ખરો? વાસ્તવમાં ફિઝિકલ ઇન્ટીમસી (Physical Intimacy)ની વિવિધ ટ્રિક્સ (Tricks) દ્વારા સંબંધને મજબૂતી બક્ષી શકાય છે ખરી?

સંબંધો…જીવનની સૌથી અણમોલ ભેટ હોય છે અને એ તમારા અંગત પરિવાર (Family) સાથે હોય, દોસ્તી (Friendship)ના હોય કે પછી પ્રેમના! જે વ્યક્તિના મનમાં પ્રણયના અંકુરો ફૂટે છે એ તો એનું કંઇ કેટલાય વાના કરીને જતન કરવા પ્રયત્ન કરે છે જેમાં સરપ્રાઇઝ પ્લાન કરવાથી માંડીને ડિનર ડેટ સુધી, તમામ નાની-નાની વસ્તુઓદ્વારા રિલેશનશિપ દ્રઢ કરવાનો યત્ન કરે છે. આ ઉપરાંત, એક એવી વસ્તુ છે જે રિલેશનશિપનું બંધન વધુ ગાઢ બનાવે છે અને એ છે ફિઝિકલ ઇન્ટીમસી…! હવે અહિં સવાલ એ ઊભો થાય છે કે, વાસ્તવમાં ફિઝિકલ ઇન્ટીમસીની વિવિધ ટ્રિક્સ (Tricks) દ્વારા સંબંધને મજબૂતી બક્ષી શકાય છે ખરી? આનો ઉત્તર આપણે વિગતે જાણીશું…

રિલેશનશિપ, ટ્રિક્સ, પાર્ટનર

રિલેશનશિપ અંગેની આ ટ્રિક્સ બંને પાર્ટનર અવશ્ય અપનાવે

કોઇ પણ રિલેશનશિપને મજબૂત બનાવવા માટે એ અત્યંત આવશ્યક છે કે પાર્ટનર વચ્ચે એક પ્રકારની નિકટતા કેળવાય! અહિં નિકટતા અર્થાત્ કોઇની સમીપ રહેવું એ છે પણ આ કેવળ શારીરિક સંબંધ સુધી સીમિત નથી એમાં અન્ય કેટલાક પાસાં પણ સામેલ છે.

આજના વ્યસ્ત જીવનમાં જ્યારે પણ લોકોને કામધંધામાંથી ફુરસદ મળે છે ત્યારે એ પોતાની ગમતી વ્યક્તિઓ સાથે સમય વિતાવવાને બદલે ફોન અને લૅપટોપમાં જ ખૂંપી જાય છે. આનું પરિણામ એ આવે છે કે, કોઇ યુગલ અર્થાત્ બે પાત્રો, એક જ ઘરમાં સાથે રહેવા છતાંયે પોતાને સૉલમેટને બદલે રુમમેટ હોય એવું અનુભવવા લાગ્યા છે! આ કારણે ધીમે-ધીમે બંનેના સંબંધનો રંગ ફિકો પડવા લાગે છે. આનો અર્થ એવો બિલકુલ નથી કે એમની વચ્ચે પ્રેમ ખતમ થઇ ગયો છે, બસ જીવનની વ્યસ્તતા સંબંધોમાં આડખીલીરુપ બની ગઇ છે.

સંબંધને મજબૂત કરવા બે પ્રકારની ઇન્ટિમસી જરુરી

રિલેશનશિપ, ટ્રિક્સ, પાર્ટનર

1. ઇમોશનલ ઇન્ટિમસી

રિલેશનશિપમાં ભાવનાત્મક નિકટતા (Emotional Intimacy) સૌથી જરુરી માનવામાં આવે છે. પોતાની લાગણીઓ, વિચારો, ડર અને સપના આ બધુ જ ખૂલીને, ઈમાનદારીપૂર્વક અને કોઇ પણ જાતના ભય વિના પાર્ટનર (Partner) સાથે શૅર કરવાને ઇમોશનલ ઇન્ટિમસી કહેવાય છે. આનાથી બંને પાર્ટનર વચ્ચે એક ગાઢ વિશ્વાસ અને સમજ કેળવાય છે જે હકીકતમાં સંબંધનો પાયો છે! જ્યારે તમે એક-બીજા સામે કમજોર મહેસૂસ કરવામાં સુરક્ષિત ફીલ કરો ત્યારે જ સંબંધ ઓર દ્રઢ બને છે!

રિલેશનશિપ, ટ્રિક્સ, પાર્ટનર

2. ફિઝિકલ ઇન્ટિમસી

આમાં શારીરિક સંબંધ ઉપરાંત, પરસ્પર હાથ પકડવો, હગ કરવું, ચુંબન કરવું (Hug or Kiss) કે પછી પરસ્પર એકબીજાને પ્રેમાળ સ્પર્શ કરવો આ તમામ સામેલ છે. બંને પાર્ટનર વચ્ચે એનાથી તણાવ (Tension) ઓછો થાય છે અને જોડાણનો સેતુ દ્રઢ બને છે. શારીરિક જોડાણથી ઓક્સિટોસિન જેને લવ હોર્મોન (Love Hormone, Oxytocin) કહેવાય છે એ રિલીઝ થાય છે અને એ સંબંધોમાં પ્રેમની લાગણીમાં વૃદ્ધિ કરે છે.

સામીપ્ય (Intimacy) કેમ જરુરી છે?

રિલેશનશિપ, ટ્રિક્સ, પાર્ટનર

1. સ્ટ્રોન્ગ બોન્ડ બને છે

કપલ વચ્ચે એક સ્ટ્રોન્ગ બોન્ડ (Strong Bond) રચાય છે જે લાંબો સમય બંનેને જોડાયેલા રહેવામાં મદદ કરે છે.

2. ભરોસો અને સુરક્ષા મળે છે

આનાથી પરસ્પર વિશ્વાસ અને ભાવનાત્મક સુરક્ષા (Trust & Security)ની લાગણીઓ ઉત્પન્ન થાય છે.

3. સંવાદ બહેતર બને છે

જ્યારે બંને પાર્ટનર વચ્ચે ઇન્ટિમસી સારી હોય તો કપલ એકબીજા સાથે ખૂલીને વાત કરી શકે છે જે સંવાદ (Communication)થી ગેરસમજણો ઓછી થાય છે.

4. તણાવ ઓછો થાય છે

શારીરિક જોડાણ અને એકબીજાનો સાથ મળવાથી તણાવ અને ચિંતામાં ઘટાડો થાય છે અને બંને પાર્ટનર ખુશ (Happy) રહે છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હેપ્પી કપલમાં હોય છે આ 7 આદતો, શું તમારામાં એ છે ખરી?- રિલેશનશિપ એક્સપર્ટ

આ પણ વાંચો: 20 વર્ષના નવયુવાનો 40 વર્ષની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે!! નવો રિલેશનશિપ ટ્રેન્ડ…આખરે કારણ શું છે?

આ પણ વાંચો: પાર્ટનર પરસ્પર કરી રહ્યાં છે ‘બર્ડ ટેસ્ટ’…યુવાપેઢીનો નવો રિલેશનશિપ ટ્રેન્ડ કે નવું તૂત..!!