Surat News: સુરત શહેરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની સંખ્યા ઝડપથી વધી રહી છે, ત્યારે ફરી એકવાર, ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થીનીએ ફાંસી લગાવીને આત્મહત્યા (Student Death) કરી લીધી.

પરિવારના લોકો રાત્રે સુતા હતા ત્યાકે કર્યો આપઘાત
આ આત્મહત્યા (Suicide) પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે વિવિધ અટકળો શરૂ થઈ છે. ઘટનાના સમાચાર મળતાં, ડિંડોલી પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી, વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને કાનૂની કાર્યવાહી શરૂ કરી. હાલમાં, પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને કયા સંજોગોમાં આશાસ્પદ વિદ્યાર્થીનીએ આત્મહત્યા (Student Death) કરી તે શોધવા માટે વિગતવાર તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થીની (Student Death)ના મોત બાદ રાજ્ય સરકારે જારી કર્યો આદેશ
ગુજરાતભરની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે એક આદેશ જારી કર્યો છે. શિક્ષણ વિભાગે (Education Department) રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા હેઠળ, દરેક સંસ્થા માટે માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવી અને વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ સિસ્ટમ મજબૂત કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.
સરકારી નિર્દેશ મુજબ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં હવે દર 100 વિદ્યાર્થીઓ (Students) માટે ઓછામાં ઓછા એક લાયક કાઉન્સેલર હોવું ફરજિયાત છે. 100 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ સિસ્ટમ સ્થાપિત કરવી આવશ્યક છે. પરીક્ષાઓ, અભ્યાસક્રમમાં ફેરફાર અથવા શૈક્ષણિક દબાણના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા પણ ફરજિયાત કરવામાં આવી છે.
