Dharm & Bhakti: નવ વર્ષ 2026 નો પ્રારંભ થઇ ચૂક્યો છે અને લોકોએ જોરશોરથી એનું સ્વાગત પણ કર્યું! હવે નવ વર્ષ પા પા પગલી ભરતું આગળ વધી રહ્યું છે ત્યારે સૌના મનમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન તો છે જ કે, આ નવું વર્ષ જીંદગીને કયા રંગ બતાવશે? સૌના મનમાં નવી આશા, ઉમંગ અને સપનાઓની સાથોસાથ ભાવિને લગતા કેટલાક પ્રશ્નો પણ જન્મ લઇ રહ્યાં હશે કે આવનારું વર્ષ પૈસા, પ્રેમ, હૅલ્થ અને કેરિયર (Health, Career)ની દ્રષ્ટિએ સારું કે ખરાબ કેવું નીવડશે? જન્મકુંડળી, રાશિ અને જન્મ તારીખ (Horoscope, Rashi, Birthday) અનુસાર લોકો પોતાના ભવિષ્યનો તાળો મેળવવા પ્રયાસ કરે છે. પણ શું તમે જાણો છો કે તમારા નામના પ્રથમ અક્ષરથી પણ ભવિષ્ય ભાખી શકાય છે? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકોનું નામ ‘S’ અક્ષરથી શરુ થાય છે એ ‘S’ નામ વાળા જાતકોનું આ નવું વર્ષ 2026 કેવું રહેશે?

2026નું આ નવ વર્ષ ‘S’ નામ વાળા જાતકો માટે વરદાન
જો નામ રાશિ મુજબ જોઇએ તો 2026નું આ નવ વર્ષ ‘S’ નામ વાળા જાતકો (People with the name ‘S’) માટે કેવળ એક વર્ષ નહિં પણ મોટી તકો અને વરદાન સમાન સાબિત થઇ શકે છે.
મન મૂંઝાશે પણ મોકા મનભાવન મળશે
વર્ષ 2026માં રાહુ ગ્રહ ‘S’ નામ વાળા જાતકોના પ્રથમ ભાવમાં વિરાજમાન રહેશે. જ્યારે પણ રાહુ (Rahu Grah) પ્રથમ ભાવમાં હોય ત્યારે એ ચંદ્ર પર સીધો જ પ્રભાવ ધરાવે છે. આથી જાતકનું મન થોડું ભ્રમિત રહી શકે છે. તમે કંઇક કરવા ઇચ્છશો પણ મન વ્યગ્ર રહેશે કે શું કરવું અને શું ન કરવું!! જો કે, તમારે ગભરાવાની જરુર નથી કારણ આ જ મનોમંથન તમારા મનમાં નવીન આઇડિયાનો આવિષ્કાર કરશે!
નાણાકીય અને મોટી બાબતો અંગે નિર્ણયો લેશો
‘S’ નામ વાળા જાતકોનું 2026નું વર્ષ નાણાકીય યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે ઉત્તમ રહેશે. શનિ દેવ બીજા ભાવમાં રહેશે. આ કન્ડિશન નાણાકીય દ્રષ્ટિએ ઘણી જ મજબૂત ગણાય છે. બીજું સ્થાન ધન અને કુટુંબનું માનવામાં આવે છે. આથી જો આ વર્ષે તમે કોઈ મોટું રોકાણ, પ્રોપર્ટી (Investment, Property) લેવાનું કે લાંબુ પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યાં હો તો આ 2026ના વર્ષમાં એ અવશ્ય પૂર્ણ થઇ શકે છે.
ઋણ, રોગ અને શત્રુ કમજોર થશે
મે-જૂન મહિના પછી દેવગુરુ બૃહસ્પતિ તમારા છઠ્ઠા ભાવમાં જશે. આ સ્થાનમાં એ ઉચ્ચના માનવામાં આવે છે. આનો સીધો જ ફાયદો એ થશે કે તમારા દેવા, રોગ અને દુશ્મન (Debt, disease ,enemies) સ્વયં નબળા થઇ જશે! જો કે, જૂન પછી તમારા ખર્ચમાં અવશ્ય વૃદ્ધિ થશે પણ આ નાણા શુભ કાર્યો અને સારા પ્રસંગો માટે જ ખર્ચાશે!

લવ લાઈફમાં સકારાત્મક પરિવર્તન
દેવગુરુ બૃહસ્પતિ (Grah Grah) તમારા પંચમ ભાવમાં રહેશે જે પ્રેમ અને સંતાન સાથે સંલગ્ન ગણાય છે. આનો એ અર્થ છે કે તમારું પ્રણયજીવન ઉત્તમ રહેશે. જો ક્યાંક અણબનાવ કે મતભેદ ચાલી રહ્યા હોય તો સામેની વ્યક્તિ આપોઆપ તમારી પાસે પરત ફરી શકે છે. જૂન અગાઉ લવ લાઇફ સંબંધિત કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે.
પરિણીત લોકો સંયમ રાખે
જે લોકોનું નામ ‘S’ અક્ષરથી શરુ થાય છે એમના સાતમા સ્થાનમાં કેતુ (Ketu Grah) વિરાજમાન રહેશે જે લગ્ન અને પાર્ટનરશિપનો ભાવ છે. હવે જે લોકો પરિણીત છે એમણે સંબંધોમાં ધ્યાન આપવાની જરુર છે કારણ કે, તમારે જીવનસાથી સાથે નાની-નાની બાબતો વિશે અણબનાવ થઇ શકે છે, આનું કારણ એ છે કે કેતુ જીવનમાં વૈરાગ્ય અર્થાત્ ડિટેચમેન્ટ લાવે છે. પરંતુ, સમજદારી અને વાતચીતથી તમે સંબંધોને સંભાળી શકશો.

કેરિયરમાં મોટી સફળતાનો માર્ગ ખૂલશે
‘S’ નામ વાળા જાતકોનું 2026નું વર્ષ નવી જવાબદારીઓનું વર્ષ સાબિત થશે. શરુ-શરુમાં તો એ બોજ સમાન લાગી શકે છે પણ આગળ જતા એ જ તમને ઉચ્ચ પદ પર વિરાજમાન કરવામાં સહાયક બની શકે છે. તમારી સફળતાના રસ્તા ખૂલી જશે આથી જવાબદારીઓથી ભાગવું નહિં કારણ કે, એ જ તમારી સફળતાની સીડી બનશે!
લગ્ન અને પરિવારમાં ખુશખબરી મળશે
જે લોકોનું નામ ‘S’ અક્ષરથી શરુ થઇ રહ્યું છે અને અવિવાહિત છે એમના માટે આ વર્ષ ખુશખબરી લઇને આવશે! બૃહસ્પતિની અસરો કુંડળીના બીજા સ્થાન પર પડવાથી ઘરમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારા લગ્ન નક્કી થઇ શકે છે કે પછી સંતાન સુખ પ્રાપ્તિના યોગો બનશે!
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 2026 ના વર્ષારંભે આ રાશિઓનું ચમકશે નસીબ….બનશે રાહુ-બુધની યુતિનો દુર્લભ સંયોગ…
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..
