Gandhinagar News/ અડાલજ પાસેથી 3.72 લાખના ગાંજા સાથે 11.62 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે ગાંજા (Ganja) સાથે ચાર આરોપીની ધરપકડ કરી

Gujarat Gandhinagar

 

Gandhinagar News : રાજ્ય મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન દ્વારા NDPS એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરના અડાલજ પાસે ગોલાથરા ગામે દેઢુ–નારદીપુર રોડ પર આવેલ સોમનાથ મહાદેવ મંદિર નજીક રેઇડ દરમિયાન પોલીસે 7 કિલો 450 ગ્રામ ગાંજો (Ganja)ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજા (Ganja) ની અંદાજિત કિંમત રૂ. 3,72,500 થાય છે.

ગાંજા(Ganja) સાથે રૂ. 11,62,500 નો મુદ્દામાલ કબજે

ગાંજા(Ganja) સાથે રૂ. 11,62,500 નો મુદ્દામાલ કબજે

રેઇડ દરમિયાન પોલીસે ગાંજા(Ganja) સાથે ચાર મોબાઇલ ફોન (કિંમત રૂ. 90,000) તથા એક એર્ટિગા કાર (કિંમત રૂ. 7,00,000) પણ કબજે કરી છે. આ રીતે કુલ જપ્ત કરાયેલ મુદામાલની કિંમત રૂ. 11,62,500 થાય છે.આ કેસમાં પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળક પણ સામેલ છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ છે:

નિશર્ગ કાંતિભાઈમાલી, રહે. ઓમ રેસિડેન્સી, ભિંડ શ્રીનાથ બંગ્લોઝ પાસે, IOC પેટ્રોલ પંપ નજીક, અડાલજ, ગાંધીનગર.મોહમ્મદ મોહસિન ફરીદમિયા શેખ, રહે. ગામ પોલ, મસ્જિદ નજીક, તાલુકો તથા જિલ્લો ગાંધીનગર, કૌશિક રમણભાઈ ઠાકોર, રહે. ઝાલાપરાવાસ, અડાલજ ગામ, તાલુકો તથા જિલ્લો ગાંધીનગર, એક બાળ આરોપી (Child in Conflict with Law).

આ આરોપીઓ સામે NDPS એક્ટની કલમ 8(c), 20(b)(2)(b), 29, તેમજ BNSની કલમ 95, 111(3)(4) અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 77 અને 78 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે આ કેસમાં વધુ બે આરોપીઓને ફરાર જાહેર કર્યા છે. જેમાંબકાભાઈ ઉર્ફે બટુક ડાભી, રહે. વરેઠા ગામ, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા — જેને ગાંજા (Ganja) ના સપ્લાયર તરીકે ઓળખવામાં આવ્યો છે.સાબ્બીરખાન દિલાવરખાન પઠાણ, રહે. ખોરાજ ગામ, તાલુકો કાલોલ, જિલ્લો ગાંધીનગર — જેને ગાંજાની ઓર્ડર આપનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવ્યો છે.

ફરાર આરોપીઓની શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. NDPS એક્ટ હેઠળ રાજ્ય મોનીટરીંગ સેલની આ કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્ક સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના IGI એરપોર્ટ પરથી ગાંજો ઝડપાયો

આ પણ વાંચો: અમદાવાદમાં એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, આરોપીની ધરપકડ કરાઇ !

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર 19 કરોડનો ગાંજો ઝડપાયો, કસ્ટમ વિભાગે મહિલાની કરી ધરપકડ