Lifestyle: આપણા જીવનમાં મોટા ભાગના સંબંધો (Relationships) પતંગ-દોરી (Patang-Dori) જેવા જોવા મળે છે. તમારા પોતાના હોય કે પારકા…ગમે તેટલો સારો સંબંધ હોય પણ એક દિવસ તો એમાં તણાવ (Tension)ની અવસ્થા ઉત્પન્ન થતી જ હોય છે. આ સંજોગોમાં શું કરવું?
સંબંધો (Relationships)ને સાચવવા માટે અનેક ફિલસૂફો (Philosophers)એ ઘણી પ્રેરણાદાયક વાતો કરી છે જેમ કે, આ વાક્ય તમારા હૃદયને અવશ્ય સ્પર્શી જશે, “સંબંધ એ કેવળ શબ્દ નથી, એ તો છે વિશ્વાસ, પ્રેમ અને પરસ્પર સમજણનું આકાશ!”

પતંગની ઉડાન અને જીવનના સંબંધો (Relationships)
આપણો ભારત (India) દેશ એ તહેવારોનો દેશ છે જ્યાં પ્રત્યેક તહેવાર (Festival) પોતાની વિશેષ ઓળખ ધરાવે છે. એની સાથોસાથ કોઈ ચોક્કસ ઓળખ દરેક તહેવારનું પ્રતીક બની જાય છે.
ગુજરાત (Gujarat)માં સવિશેષ ઉજવાતી ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ (Uttarayan, Makaranti)ની વાત કરીએ તો, સૌપ્રથમ તો આપણને ખુલ્લું આકાશ અને પતંગ-ફીરકી (Patang-Firki) જ યાદ આવે! તલ-ગોળની લાડુડી, તલ સાંકળી, સીંગની ચીકી, દાળીયાની ચીકી, ઉંધિયુ-જલેબી વગેરે વાનગીઓની સ્વાદ અને સોડમ વિશે વિચારવામાત્રથી જ આપણા મોંમાં આવી જાય છે. વળી, સિઝનલ ફળો જેવા કે બોર, જામફળ અને શેરડી (Bor, Guava and Sugarcane) ખાવાની તો મજા જ કંઇ ઓર છે! પરંતુ, જે વસ્તુ આપણને સૌથી વધુ આકર્ષે છે તે છે ભૂરા સ્વચ્છ આકાશમાં વિહાર કરતા રંગબેરંગી પતંગો! પતંગ (Kite)ની દરેક ઉડાન, ગુલાટ અને ગતિને જો જીવન (Life)ના સંબંધો સાથે સાંકળીને જોઇએ તો એવું લાગશે કે આ નાનકડો અમથો પતંગ આપણને કેટલી બધી ફિલસૂફી શીખવે છે?
સંબંધના પ્રતીક પતંગ-દોરીની મહાનતમ શીખ
જીવન ઘણું લાંબુ અને કિમતી છે, પતંગબાજી (Kite Flying)ના મુખ્ય નાયક પતંગની જેમ જ એના અનેક રંગો છે જેમ કે આનંદ, પીડા, ડર, આશ્ચર્ય વગેરે…આ તમામ રંગો સાથે આપણે સામંજસ્ય કેળવવું પડે છે.

પતંગનો સાથી દોરી
પતંગને કોણ બાંધી રાખે છે? દોરી (Thread)…જો એ જ ન હોય તો પછી ગમે તેટલો મોંઘો પતંગ પણ નકામો હોય છે અર્થાત્ માણસોના સંબંધો (Relationships) પરસ્પર જોડાણ વિના અધૂરા હોય છે.
પતંગ જેવી આકાંક્ષા
કોઇ મોટો માણસ હોય કે નાનો, પતંગની ભાષામાં જોઇએ તો જેમ કે ઢાલ અને ફુદ્દી, ગમે તે હોય એને ગગન આંબવાની અને ખૂબ ઊંચે ઉડવાની ઇચ્છા હોય છે.

પ્રેમ અને વિશ્વાસનો માંજો
પતંગની દોરીને કાચ વાટીને પાવામાં આવે છે જેથી કાચી દોરી પણ મજબૂત બને છે અને જલદી કપાઇ જતી નથી એ જ રીતે જો સંબંધોની ડોરને ભરોસા અને પ્રેમ (Trust & Love)નો માંજો પાવામાં આવે તો સંબંધો (Relationships) પણ મજબૂત રહે છે.
જીવનના પતંગની સ્થિરતા
પતંગ ચગાવવો હોય તો એ એકલા હાથે મુશ્કેલ છે, વળી એકલા-એકલા મજા પણ આવતી નથી હોતી. આ જ રીતે એક પતંગ ચગાવે તો સાથીદારે ફીરકી પકડી રાખવી પડે છે અર્થાત્ જીવનના પતંગને ચગાવનાર અને ફીરકી પકડનાર વચ્ચે સમજણનો સેતુ હોય તો કઠિન સમયની ખેંચતાણ કે ઢીલ આપતી વખતે પણ જીવનના પતંગને આકાશમાં સ્થિર રાખી શકાય છે.
ઉત્તરાયણે સૌથી મહત્વનું શું છે?
ઉત્તરાયણે સૌથી મહત્વના નથી પતંગ હોતા કે નથી દોરી….એ હોય છે પવન! પતંગબાજી માટે જો હવા અનુકૂળ હોય તો જ પતંગ આકાશમાં વિહરવામાં સફળ રહે છે નહિં તો થપ્પીમાં પડ્યા રહીને સાંજ સુધી બીજી ઉત્તરાયણની રાહ જોતા વાસી થઇ જાય છે. આ જ પ્રમાણે આપણે પણ આપણા વર્તનને અનુકૂળ હવા જેવું બનાવીએ તો સૌનું જીવન સરળ બની જાય છે.
વ્યર્થ પેચ ટાળવા
પતંગ ઊંચા ચગ્યો હોય અને ઘણા લોકો એને કાપવા માટે અનેક પ્રયાસો કરે છે પણ જો તમે જરુરી ન હોય એવા પેચન લગાવો અને પતંગને સલામત રીતે સરકાવી દો તો કપાવાની સંભાવના ઘટી જાય છે, એ જ રીતે વ્યર્થ વિવાદોમાં ઉલઝી (Controversies)ને જીવનના પતંગને જોખમમાં ન નાખવો.

ઢઢ્ઢો મજબૂત અને લચીલો
પતંગની કમાન અર્થાત્ કિન્ના બાંધતા ઢઢ્ઢો મચડવામાં તાણ ન આપવી કમાનને એટલી જ વાળો જેટલી એની ક્ષમતા હોય! આ જ પ્રમાણે સંબંધો (Relationships)ની કમાનનું લચીલાપણું (Flexibility) જાણી લો અને એને એટલી ન વાળો કે તે તૂટી જાય.
પતંગની પૂંછડી સંતુલન જાળવે
પતંગ પાછળ લોકો અવનવી પૂંછડી પણ લગાવતા હોય છે જેથી એનુ સંતુલન જાળવી શકાય. આ જ પ્રમાણે આપણે પણ સંબંધો (Relationships)માં જેટલી ધીરજ (Patience) રાખીશું એટલું જ સંબંધના પતંગને સંતુલન (Balance) મળશે અને સ્થિર રહેવાનું બળ મળશે.
હાથમાં વાગશે પણ ખરું
આંગળીઓ પર સલામત રક્ષણાત્મક પટ્ટીઓ પહેરવા છતાં પણ પતંગબાજી કરતા ક્યારેક વાગેય છે અને લોહી પણ નીકળે છે પણ એનાથી ગભરાવું નહિં, એની કેર લેવી. આ જ રીતે જીવનમાં અનેક લોકોના કટુ વચન અથવા ખરાબ કર્મ આપણને ઘાવ આપે ત્યારે એ સમયે સ્વયંની સંભાળ (Self Care) રાખીને આગળ વધવામાં જ શાણપણ છે.
થોડી ઢીલ થોડી ખેંચ
પતંગને હવા પ્રમાણે ખેચવામાં અને ઢીલ (Let Go) છોડવામાં આવે છે આ જ રીતે સંબંધો (Relationships)ના પતંગને પણ સંજોગોની હવા મુજબ ખેંચવો જોઇએ અને ઢીલ આપવી જોઇએ તો પતંગ-દોરીનો સંબંધ તૂટશે નહિં! ખાસ કરીને સહજીવન જીવતા બંને વિજાતીય પાર્ટનર (Partner) જો આ વાતને સમજી લે તો સંબંધ જળવાઇ રહે છે.

અહંભાવ ન રાખો
ગમે તેટલી ઊંચાઇએ પતંગ ઉડતો હોય પણ ફીરકી તો જમીન પર જ રહે છે. આ જ પ્રમાણે આપણને મોટી સફળતા પ્રાપ્ત થાય તો પણ આપણા સ્વભાવમાં અહંકાર (Arrogance) ન આવવો જોઇએ અને પગ ધરતી સાથે જોડાયેલા રાખવાથી સફળતા ટકી રહેશે.
અસફળતાથી હાર ન માનો
પતંગ કદીક કપાઇ જાય તો આપણે નિરાશ નહીં થઇને નવો પતંગ ઉત્સાહથી ચગાવતા હોઇએ છીએ. આ જ પ્રમાણે જીવનમાં કે સંબંધો (Relationships)માં ઘણીવાર નિષ્ફળતા (Failure) મળે તો લમણે હાથ દઇને ન બેસવું અને ફરીથી ઊભા થઇને નવો પ્રયાસ કરવો આ જ પતંગબાજીની મહાનતમ શીખ છે.
આ પણ વાંચો: સંબંધોમાં કડવાશ વ્યાપી ગઇ છે? રિલેશનશિપ મજબૂત કરવા દરેક પાર્ટનર આ ટ્રિક્સ અવશ્ય અપનાવી જુઓ..!
આ પણ વાંચો: 20 વર્ષના નવયુવાનો 40 વર્ષની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે!! નવો રિલેશનશિપ ટ્રેન્ડ…આખરે કારણ શું છે?
આ પણ વાંચો: પાર્ટનર પરસ્પર કરી રહ્યાં છે ‘બર્ડ ટેસ્ટ’…યુવાપેઢીનો નવો રિલેશનશિપ ટ્રેન્ડ કે નવું તૂત..!!
